મોરબી, વાંકાનેર અને માળીયામાં જુગારની 5 રેડ: 6 મહિલા સહિત 19 લોકો જુગાર રમતા પકડાયા
SHARE








મોરબી, વાંકાનેર અને માળીયામાં જુગારની 5 રેડ: 6 મહિલા સહિત 19 લોકો જુગાર રમતા પકડાયા
મોરબી શહેરમાં જુદીજુદી બે જગ્યે જુગારની રેડ કરી હતી આવી જ રીતે વાંકાનેરના તીથવા ગામે અને માળીયા તાલુકામાં જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 6 મહિલા સહિત 19 લોકોને જુગાર રમતા પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
મોરબીના ભડીયાદ રોડ ઉપર રહેતા કિશોરભાઈ વાઘાણીના મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કિશોરભાઈ બાબુભાઈ વાઘાણી (30), વિજયભાઈ રાજેશભાઈ પરમાર (22) રહે. નજરબાગ રેલવે સ્ટેશન પાસે મોરબી, જયેશભાઈ જગદીશભાઈ પીપડીયા (19) રહે ભડિયાદ કાંટા પાસે મોરબી, હાર્દિકભાઈ જગદીશભાઈ સવાડીયા (21) રહે. ભડીયાદ કાંટા પાસે મોરબી, પ્રીતિબેન અનિલભાઈ જંજવાડીયા (19) રહે. ભડીયાદ રોડ કોલેજ સામે મોરબી, જ્યોતિબેન મુન્નાભાઈ ડોડીયા (40) રહે. દરબારગઢ પાસે નાગનાથ શેરી મોરબી, મંજુલાબેન મોહનભાઈ રાઠોડ (65) રહે. દરબારગઢ પાસે નાગનાથ શેરી મોરબી, દામીનીબેન અક્ષયરાજ ધવેશા રહે. દરબારગઢ પાસે નાગનાગ શેરી મોરબી, નિમુબેન મહેશભાઈ ઝંઝવાડીયા (40) રહે. ભડીયાદ રોડ કોલેજ સામે મોરબી અને રંજનબેન રાજેશભાઈ પરમાર (45) રહે. નજરબાગ રેલવે સ્ટેશન પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા અને પોલીસે તેની પાસેથી રોકડા 21,600 કબ્જે કર્યા હતા અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે. મોરબીમાં ભીમસર ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભરતભાઈ જીકાભાઇ અઘારા (42) અને ગોપાલભાઈ જીવણભાઈ પંસારા (35) રહે બંને ભીમસર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 3250 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન ખાતે ગુનો નોંધાયો છે
તીથવા ગામે જુગારની રેડ
વાંકાનેર તાલુકાના તીથવા ગામે સિપાઈ શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ગોપીભાઈ ગોરધનભાઈ મકવાણા (26), રાજુભાઈ વાઘજીભાઈ સીતાપરા (37), અર્જુનભાઈ રઘુભાઈ અઘારા (24), દીપકભાઈ રણછોડભાઈ ભવાણીયા (30) અને જગદીશભાઈ પ્રવીણભાઈ સીતાપરા (34) રહે. બધા તીથવા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 18,470 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી
વરલી જુગાર
માળિયામાં માસુમશા પીરની દરગાહ પાસે રોડ ઉપર વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સિકંદર ઉર્ફે સીકલો મુસ્તાકભાઈ કાજેડીયા (20) રહે. સરકારી હોસ્પિટલ પાછળ માળિયા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે 400 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે માળિયા મીયાણાના ખાખરેચી ગામના પાટીયા પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે લતીફ હૈદરભાઈ કાજેડીયા (32) રહે. સરકારી હોસ્પિટલ પાછળ માળિયા મીયાણા વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી
