મોરબી, વાંકાનેર અને માળીયામાં જુગારની 5 રેડ: 6 મહિલા સહિત 19 લોકો જુગાર રમતા પકડાયા
મોરબીમાં ભૂખ્યા પેટે દવા પી લેતા ઉલ્ટીઓ થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: હળવદમાં માથામાં દુખાવો સારવારમાં ખસેડાયેલ યુવતીનું મોત
SHARE








મોરબીમાં ભૂખ્યા પેટે દવા પી લેતા ઉલ્ટીઓ થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: હળવદમાં માથામાં દુખાવો સારવારમાં ખસેડાયેલ યુવતીનું મોત
મોરબીના ખરેડા ગામે રહેતા યુવાને છેલ્લા છ સાત દિવસથી બીમાર હોય ભૂખ્યા પેટે દવા પી લેતા તેને ઉલ્ટી થવા લાગી હતી અને અર્ધબેભાન અવસ્થામાં તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને યુવાનને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જો કે, સારવાર દરમિયાન તે યુવાનનું બીમારી સબબ મોત નીપજ્યું છે જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા સુરેશભાઈ છગનભાઈ બજાણીયા (42) નામનો યુવાન છેલ્લા છ સાત દિવસથી બીમાર હોય તેણે ભૂખ્યા પેટે દવા પી લીધી હતી અને સમયસર જમતો ન હતો જેથી તે યુવાનને ઉલ્ટી થવા લાગતા તેને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર માટે તેને દાખલ કરવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન ગઈકાલે બપોરે દોઢે વાગ્યાના અરસામાં તે યુવાનનું બીમારી સબબ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
હળવદના સરા રોડ ઉપર આવેલ વસંત પાર્કમાં રહેતા જીગ્નેશભાઈ જયંતીલાલ હડીયલની 21 વર્ષની દીકરી દિયાબેન પોતાના ઘરે હતી ત્યારે તેને માથામાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેને સારવાર માટે હળવદમાં આવેલ નારાયણ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની મૃતક યુવતીના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.
