મોરબીમાં કારખાનામાં લોડરની હેડફેટે યુવાનનું મોત મોરબી સિરામિક એસો. દ્વારા ટાઇલ્સ ઉપર લગતા જીએસટીમાં ઘટડો કરવા કેન્દ્રિય નાણામંત્રીને રજૂઆત મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં યુવાનને જાહેરમાં તમાચો ઝીકિ દેનારા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબીના જાંબુડીયા ગામે જુગારની બે રેડમાં જુગાર રમતા સાત પકડાયા  હળવદના સુસવાવ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા મોરબી-ટંકારાના 6 શખ્સ 1.17 લાખની રોકડ સાથે પકડાયા માળીયા (મી)માં પ્રેમલગ્ન કરનાર યુવાનના કૌટુંબિક ભાઈ ઉપર યુવતીના પિતાએ કર્યું બંદૂકમાંથી ફાયરિંગ: ગુનો નોંધાયો મોરબી OMVVIM કોલેજ ખાતે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો મોરબીના આગેવાનને નર્મદાના નીર થકી સૌરાષ્ટ્રના ડેમો ભરવા કરી મુખ્યમંત્રીને રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના આગેવાનને નર્મદાના નીર થકી સૌરાષ્ટ્રના ડેમો ભરવા કરી મુખ્યમંત્રીને રજૂઆત


SHARE















મોરબીના આગેવાનને નર્મદાના નીર થકી સૌરાષ્ટ્રના ડેમો ભરવા કરી મુખ્યમંત્રીને રજૂઆત

હાલમાં વરસાદની સિઝન છે ત્યારે નર્મદા ડેમ છલકાશે અને તે પહેલા તેના પાણીથી સૌરાષ્ટ્રના અન્ય ડેમો ભરવામાં આવે તેવી મોરબીના અગ્રણી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

વધુમાં તેઓના જણાવ્યા પ્રમાણે હાલમાં નર્મદા ડેમ કેચમેન્ટ એરિયાના વરસાદના કારણે ડેમમાં પાણી આવેલ છે.અને વધારાનું પાણી ગેઇટ ખોલીને બહાર કાઢવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ સૌરાષ્ટ્રમાં વરસાદની કમીના કારણે ઘણા ડેમો ખાલી છે.તેથી રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રમુખ કે.ડી.બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલને પત્ર લખીને માંગ કરેલ છેકે સરકાર દ્વારા સૌની યોજના બનવવામાં હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે હાલમાં જે પાણી દરિયામાં જઈ રહ્યું છે.તેના બદલે કેનાલ અને સૌની યોજનાની પાઇપ લાઇનો દ્વારા સૌરાષ્ટ્રના ડેમો ભરવામાં આવે તેવી અમારી માંગણી છે.જે પાણી દરિયામાં જઈ રહ્યું છે.તેને બદલે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણી તેમજ સિંચાઈના પાણી તરીકે ઉપયોગ થઇ શકે તેમ છે.તો તાત્કાલિક નિર્ણય લઈને નર્મદાના નિરથી સૌરાષ્ટ્રના ડેમો ભરવા યોગ્ય કરવા પગલાલેવાવા જોઇએ.




Latest News