મોરબીના બેલા નજીક ચાલુ રિક્ષામાંથી નીચે કૂદકો મારનાર અજાણ્યા યુવાનનું મોત: ઓળખ મેળવવા તજવીજ
SHARE









મોરબીના બેલા નજીક ચાલુ રિક્ષામાંથી નીચે કૂદકો મારનાર અજાણ્યા યુવાનનું મોત: ઓળખ મેળવવા તજવીજ
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે શંભુ હોમ ડેકોર નામના યુનિટ નજીકથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યા યુવાને રિક્ષામાંથી કૂદકો મારતા રોડ ઉપર નીચે પટકાવવાના કારણે માથામાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જેથીમૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બેલા ગામ પાસે આવેલ શંભુ હોમ ડેકોર નામના યુનિટ સામેથી ગઈકાલે બપોરના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષામાંથી કોઈ અજાણ્યા 25 થી 30 વર્ષના યુવાને કૂદકો માર્યો હતો અને રસ્તા ઉપર નીચે પટકાતા રોડમાં પડવાના કારણે તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તે અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતુ ત્યારબાદ આ બનાવની હાર્દિકભાઈ પરસોતમભાઈ ચાઉ રહે. બેલા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.
65 લિટર દેશી દારૂ
વાંકાનેરના દીઘડીયા ગામે રહેતા રમેશભાઈ કાંજિયાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી 65 લિટર દેશીદારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 13,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રમેશભાઈ નથુભાઈ કાંજિયા (50) રહે. દિઘડિયા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
