માળીયા (મી) વર્ષામેડી જુમ્મા વાડી ફાટક પાસેથી ૧૮૦૦ લિટર શંકાસ્પદ પેટ્રોર્લીયમ ભરેલ ટેમ્પા સાથે એકની ધરપકડ: ૩.૨૮ લાખનો મુદામાલ કબ્જે
SHARE








માળીયા (મી) વર્ષામેડી જુમ્મા વાડી ફાટક પાસેથી ૧૮૦૦ લિટર શંકાસ્પદ પેટ્રોર્લીયમ ભરેલ ટેમ્પા સાથે એકની ધરપકડ: ૩.૨૮ લાખનો મુદામાલ કબ્જે
માળીયા (મી) વર્ષામેડી જુમ્મા વાડી ફાટક પાસે નવલખી રોડ પરથી સુપર કેરી લોડીંગ ટેમ્પો ગાડીમા શંકાસ્પદ પેટ્રોર્લીયમ પ્રોડકટની ગેકાયદેસર હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી સ્થાનિક પોલીસે ૩,૨૮,૦૦૦ ના મુદામાલ સાથે એક શખ્સને પકડીને માળીયા મીયાણા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને ડીવાયએસપી પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ પેટ્રોલીયમ પ્રોડકટ સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવાની અસરકારક કામગીરી કરવા માળીયા તાલુકા પીઆઇ કે.કે.દરબારને સુચના આપવામાં આવી હતી દરમ્યાન સ્થાનિક સ્ટાફના સહદેવસીંહ અનિરૂધ્ધસીંહને ખાનગી રાહે હકીકત મળી હતી કે, એક સુપર કેટી ટેમ્પો ગાડીમા શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રોડકટ ભરીને વેચાણ અર્થે જાય છે જેથી શંકાસ્પદ લોડીંગ સુપર કેરી ટેમ્પો રજી નંબર જીજે 36 વી 5079 રોકી ચેક કરતા લોડીંગ ટેમ્પોમા ભરેલ પેટ્રોલીંયમ પ્રોડકટ વિશે વાહન ચાલક પાસેથી લાયસન્સ કે પરમીટ માંગતા તેની પાસે તે ના હતું જેથી વધુ યુક્તી પ્રયુક્તીથી વધુ પુછપરછ કરતા પોતે ટેમ્પો ગાડીમા ભરેલ જથ્થો ગે.કા રીતે હેરાફેરી કરી વેચાણ અર્થે લઇ જતો હોવાનું સામે આવ્યું હતું જેથી શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રોડકટનની ગે.કા રીતે હેરાફેરી કરતા ટેમ્પો ગાડીના ચાલક જયેશભાઇ ભગવાનજીભાઇ ખાદા (૨૯) રહે. હાલ શનાળા બાયપાસ દલવાડી સર્કલ પાસે ઉમા રેસીડન્સી-૨ ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર વાળી શેરી મોરબી વાળાને પકડીને તેની પાસેથી ૩૦ કેરબામા શંકાસ્પદ પેટ્રોર્લીયમ જથ્થો ૧૮૦૦ લીટર જેની કિંમત ૧,૨૬,૦૦૦ તેમજ ૨ લાખનું વાહન અને એક મોબાઈલ ફોન આમ કુલ મળીન ૩,૨૮,૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
