મોરબીમાં જુગારની વધુ ત્રણ રેડ, 11 પત્તાપ્રેમી રોકડ સાથે પકડાયા
SHARE








મોરબીમાં જુગારની વધુ ત્રણ રેડ, 11 પત્તાપ્રેમી રોકડ સાથે પકડાયા
મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ દ્વારા જુગાર રમતા ઈસમોને પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે અને ગુના દાખલ કરવામાં આવી રહી છે ત્યારે વધુ ત્રણ જુગારની રેડ કરી હતી જેમાં કુલ 11 ની ધરપકડ કરવામાં આવી છે અને મોરબી સિટી તેમજ તાલુકા પોલીસ સ્ટેશનમાં જુદાજુદા ત્રણ ગુના નોંધાયેલ છે.
મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમી આધારે શોભેસ્વાર રોડ મફતપરા વિસ્તારમાં રેડ કરી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલા સલીમ રફિકભાઈ લંઘા (૪૨) રહે. ભાણવડ વિજાપુર રોડ ખારી વિસ્તાર તાલુકો ભાણવડ જિલ્લો દ્વારકા, પરવેલ રજાકભાઈ સરવદી (32) રહે. ટંકારા સિવિલ હોસ્પિટલ પાસે ટંકારા અને એહમદ હૈદરભાઈ જેડા (૨૦) રહે. શોભેસ્વાર રોડ મફતપરા સામાકાંઠે મોરબી વાળાની રોકડા રૂપિયા 43,500 સાથે ધરપકડ કરી તેઓએ જુગાર ધારા હેઠળ ગુના દાખલ કરાયો હતો. જ્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસના સ્ટાફે બાતમી આધારે રાજપર રોડ ઉપર આવેલ પ્રભુનગર સોસાયટી પાસે રેડ કરી હતી ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલ જીતેશ નાથાભાઈ ઝાલા (35) રહે. પચ્ચીસ વારિયા સોસાયટી કામધેનુ પાસે મોરબી, વિક્રમ ભુપતભાઈ રાઠોડ (29) રહે. મોમ્સ હોટલ પાસે સનાળા રોડ મોરબી, પ્રકાશ પ્રતાપભાઈ ચારોલા (42) રહે. સમર્પણ હોસ્પિટલ પાછળ વિપુલનગર સામાકાંઠે મોરબી, જયદીપ ઉર્ફે બલ્લી મહેશભાઈ ડાંગર (27) રહે. વિરાટ એક્સપ્રેસ વાળી શેરી આનંદ નગર કંડલા બાયપાસ મોરબી અને જગાભાઈ વિરમભાઈ રાઠોડ (29) રહે. મોમ્સ હોટલ પાસે સનાળા રોડ મોરબી વાળાની રોકડા રૂપિયા 62,700 સાથે અટકાયત કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે જ્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે જેતપર ગામે આવેલ મફતપરા વિસ્તારમાં રેડ કરી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલા સુનીલ કુકાભાઈ દેગામા (28), પ્રવીણ લાભુભાઈ સાથલિયા (26) અને વિજય જેઠાભાઈ પસાડીયા (26) રહે બધા જેતપર વાળા મળી આવ્યા હતા જેથી રોકડા રૂપિયા 11,080 સાથે ધરપકડ કરી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
