મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

દિલ્હીમાં બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના ભાઈની હત્યા : બંને આરોપીઓની ધરપકડ


SHARE







દિલ્હીમાં બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના ભાઈની હત્યા : બંને આરોપીઓની ધરપકડ

બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈની હત્યાનો મામલો સામે આવ્યો છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં પાર્કિંગને લઈને હુમાના ભાઈ આસિફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી છે.

ગુરૂવારે મોડી રાત્રે, નિઝામુદ્દીનના જંગપુરા ભોગલ બજાર લેનમાં સ્કૂટીને ગેટ પરથી હટાવીને બાજુમાં પાર્ક કરવાને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં આરોપીએ આસિફ કુરેશી પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ આસિફને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતકની પત્ની અને સંબંધીઓનું કહેવું છે કે આરોપીઓએ નજીવી બાબતે ક્રૂરતાથી આ ગુનો કર્યો હતો. અગાઉ પણ પાર્કિંગના વિવાદને લઈને મારા પતિ સાથે તેમનો ઝઘડો થયો હતો. જ્યારે મારા પતિ કામ પરથી ઘરે પાછા ફર્યા ત્યારે પાડોશીની સ્કૂટી ઘરની સામે પાર્ક કરેલી હતી.

જેને તેમણે પાડોશીને હટાવવા કહ્યું. પરંતુ સ્કૂટી હટાવવાને બદલે, પાડોશીએ તેમની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી.




Latest News