દિલ્હીમાં બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના ભાઈની હત્યા : બંને આરોપીઓની ધરપકડ
મોરબી શ્રી જલારામ ધામ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ સોમવારથી શરૂ
SHARE








મોરબી શ્રી જલારામ ધામ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ સોમવારથી શરૂ
જૈનમ ગૃહ ઉધોગ દ્રારા મીઠાઈ વીતરણ કરવા આયોજન
મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા કરતા અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ ધામ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તેમજ ફરસાણ વિતરણનું આયોજન કરવા મા આવ્યુ છે.આગામી તા.૧૧-૮-૨૫ ને સોમવાર બપોરે ૪ વાગ્યાથી વિતરણ શરૂ થશે. ફરસાણ તેમજ મીઠાઈ મેળવવા માટે અગાઉથી નામ લખાવવાની કોઈ આવશ્યકતા નથી.સમાજનો દરેક વર્ગ તહેવારોની મજા માણી શકે તે હેતુસર દરવર્ષ મોરબી જલારામ ધામ દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે મિઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે પણ વિવિધ મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ વહેલાતે પહેલાના ધોરણે રાહતદરે કરવામા આવશે.
જેમાં શુધ્ધ અમૂલ ઘી માંથી બનેલ મોહનથાળ, થાબડી, ચોકલેટ બરફી, રાજભોગ બરફી, કેસર બરફી, જાંબુ, લીસા લાડુ, મોતીચુર લાડુ, પીળો મેસુબ, સફેદ મેસુબ, ટોપરા પાક, માંડવી પાક,બોમ્બે હલવો, કેસર પેંડા, સફેદ પેંડા સહીત ની મીઠાઈઓ ઉપરાંત ભાવનગરી ગાંઠીયા, પાપડી ગાંઠીયા, ચંપાકલી ગાંઠીયા, તીખા ગાંઠીયા, સેવ, તીખી સેવ, તીખુ ચવાણુ, મોરૂ ચવાણુ, સક્કર પારા, દાબેલા ચણા, ફરાળી ચેવડો, શિંગ ભજીયા, તીખી દાળ, બટેકા વેફર મોરી, બટેકા વેફર તીખી કેળા વેફર, ભાખરવડી, ફરસીપુરી, ચણા દાળ, ખાજલી, ખાખરા, મસાલા સિંગ સહીત ફરસાણ રાહતદરે ઉપલબ્ધ રહેશે.વ્યવસાયિક પ્રતિષ્ઠાન કે સંસ્થાના કર્મચારીઓને મીઠાઈ તથા ફરસાણની કીટ વિતરણ કરવા માટે શ્રી જલારામ ધામના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી (મો.૯૮૨૫૦ ૮૨૪૬૮) કે હરીશભાઈ રાજા (મો.૯૮૭૯૨ ૧૮૪૧૫) નો સંપર્ક કરવા જણાવાયેલ છે.
જૈનમ ગૃહ ઉધોગ દ્રારા મીઠાઈ વીતરણ
મોરબીના જૈનમ ગૃહ ઉધોગ દ્રારા પણ તહેવાર નિમિતે રાહતદરે મીઠાઈ વીતરણ કરવા આયોજન કરવામાં આવેલ છે.જેમા માવાના પેંડા, ચવાણુ, ટોપરા પાક, ફરસીપુરી, મોહનથાળ, ચકરી, થાબડી, સકરપારા, કાજુ કતરી, નાયલોન ચેવડો, મીક્ષ મીઠાઈ, ભાખર વડી, કેળાની વેફર રાહત દરે મળશે બુકીંગની છેલ્લી તા.૧૧-૮ તથા વિતરણ તા.૧૪-૮ ના થશે.નામ નોંધાવના પારસભાઇ (મો.૮૪૬૦૬ ૧૬૧૧૬), ગૌતમભાઇ (મો.૯૭૩૭૫ ૭પ૭૩૧) અથવા વી.કે.ભાઇ (મો.૯૮૭૯૪ ૫૬૩૯૭) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે
