વાંકાનેરના મેસરીયા ગામ નજીકથી દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા: 1.71 લાખનો મુદામાલ કબ્જે
મોરબી, હળવદ અને ટંકારામાં જુગારની 7 રેડ, 3 મહિલા સહિત 35 પકડાયા: 3.26 લાખનો મુદામાલ કબ્જે
SHARE







મોરબી, હળવદ અને ટંકારામાં જુગારની 7 રેડ, 3 મહિલા સહિત 35 પકડાયા: 3.26 લાખનો મુદામાલ કબ્જે
મોરબી, હળવદ અને ટંકારા વિસ્તારમાં જુગારની જુદી જુદી સાત રેડ કરવામાં આવી હતી અને તેમાં કુલ મળીને ત્રણ મહિલા સહિત 35 લોકોને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા અને તેઓની પાસેથી કુલ મળીને 3,26,320 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના લીલાપર ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા સંજયભાઈ નાનજીભાઈ દેગામા (37), મુન્નાભાઈ વાલાભાઈ ખરગીયા (31), વિજયભાઈ કાંતિભાઈ વડેચા (34), ઉમેદભા મનુભા બાવડા (39) અને દેવરાજભાઈ બાબુભાઈ છુછીયા (26) રહે. લીલાપર રોડ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 1,51,800 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો છે
મોરબીમાં કબીર ટેકરી મેઇન રોડ ઉપર મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કમલેશભાઈ ચંદુભાઈ સુરેલા (42) રહે. કબીર ટેકરી, વિપુલભાઈ મોહનભાઈ માનસુરીયા (23) રહે. ધરમપુર, લાલજીભાઈ શંકરભાઈ કગથરા (23) રહે. કબીર ટેકરી અને કરણભાઈ રમેશભાઈ અગેચાણીયા (27) રહે. કબીર ટેકરી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 11,270 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સતનામ સોસાયટી કેસરી હાઈટ્સ બ્લોક નંબર 401 માં રહેતા ભાવિકભાઈ વરસડાના રહેણાંક મકાનમાં જુગાર રમતાઓની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભાવિકભાઈ નરભેરામભાઇ વરસડા (26) અને મીનાબેન નરભેરામભાઇ વરસડા (46) રહે, બંને કેસરી હાઇટ્સ બ્લોક નંબર 401, નિમિતભાઈ ભગવાનજીભાઈ હોથી (24) અને સુમનભાઇ કાન્તીભાઇ માકાસણા (26) રહે. બંને ગજેન્દ્ર પાર્ક શીવવિલા મોરબી, પ્રિયંકાબેન અનિલભાઈ ફેફર (36) રહે. ઉમિયાનગર રવાપર ઘૂનડા રોડ મોરબી અને મયુરીબેન યોગેશભાઈ અમૃતિયા (35) રહે. કેસરી હાઈટ્સ બ્લોક નંબર 402 મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી 42,100 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે.
મોરબીના આલાપ રોડ ઉપર આવેલ સિલ્વર વૂડ એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભાવેશભાઈ ઉર્ફે ભાવિકભાઈ પ્રવીણભાઈ કાસુન્દ્રા (35) રહે. સિલ્વર વૂડ એપાર્ટમેન્ટ મોરબી, જયેશભાઈ ઉર્ફે જયસુખભાઈ બાલુભાઈ કૈલા (46) રહે. અવની પાર્ક સામે બજરંગ સોસાયટી પ્રગતિ પેલેસ મોરબી, વિવેકભાઈ અમૃતલાલ ફુલતરીયા (25) રહે. રુદ્ર એપાર્ટમેન્ટ રવાપર રોડ મોરબી, રમેશભાઈ મોહનભાઈ માલકીયા (46) રહે. રામજી મંદિરની બાજુમાં ગારીયા ગામ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી 41,900 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે
ટંકારાના છતર ગામે દેવીપુજક વાસમાં જુગારી રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સંજયભાઈ હકાભાઇ ટોળીયા (25), મનોજભાઈ હકાભાઇ ટોળીયા (28), મનુભાઈ લધુભાઇ ટોળીયા (28) અને હિતેશભાઈ હકાભાઇ ટોળીયા (20) રહે બધા છતર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 15,400 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે જુગારની બીજી રેડ હરબટીયાળી ગામે નવા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અરવિંદભાઈ ધનજીભાઈ મુછડીયા (33), અજીતભાઈ ટપુભાઈ નમેરા (42), કલ્પેશભાઈ બળવંતભાઈ મોરડીયા (36), નાઝીરભાઈ ઈસાભાઈ ઠેબેપોત્રા (25) હરપાલભાઇ મંગાભાઈ સોલંકી (38), યોગેશભાઈ પ્રવીણભાઈ જોગેલ (33) અને અનીશભાઈ ઇસ્માઈલભાઈ ઠેબેપોત્રા (26) રહે. બધા હરબટીયાળી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 45,350 ની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે બંને ગુના ટંકારા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયા છે.
હળવદના દીઘડીયા ગામની સીમમાં વાડીના શેઢે જુગાર રમતા હોવાની હકીકત આધારે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પેમાભાઇ રાણાભાઇ ઇન્દરિયા (40), ઉમેદભા નરસીંગભા ગઢવી (28), ભરતભાઈ પરસોતમભાઈ કગથરા (40), ભરતભાઈ ઉકાભાઇ ઇન્દરિયા (45) અને ભીમાભાઇ રાણાભાઇ ઇન્દરિયા (49) રહે. બધા દિઘડિયા તાલુકો હળવદ વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે 18,500 ની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે અને હળવદમાં ગુનો નોંધાયો છે
