હળવદના બુટવડામાં માલીકીની જમીન ઉપર દબાણ કરનારા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
વાંકાનેરના અરણીટીંબા ગામ પાસેથી ૩૦૦ લિટર દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો: એકની શોધખોળ
SHARE









વાંકાનેરના અરણીટીંબા ગામ પાસેથી ૩૦૦ લિટર દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો: એકની શોધખોળ
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસ ચેક કરતા તે કારમાંથી ૩૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસ કાર અને દારૂ મળીને ૧,૦૬,૦૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને એક શોખને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના બોર્ડ પાસેથી પસાર થતી ઈન્ડિગો કાર નંબર જીજે ૩ સીઇ ૭૯૫૩ ને પોલીસ ચેક કરતા તે કારમાંથી ૩૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે છ હજાર રૂપિયાની કિંમતનો દારૂ તેમજ એક લાખ રૂપિયાની કિંમતની કાર મળીને ૧,૦૬,૦૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં અજયભાઈ ભાણાભાઈ શિયાળ જાતે કોળી (ઉંમર ૨૪) રહે રામનાથપરા ભવાની શેરી નંબર-૧ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો તે મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા રોહિત જીવણદાસ દુધરેજીયાને આપવા માટે જતો હોવાનું સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તેને તજવીજ શરૂ કરી છે
