મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

માળીયા(મી)ના રાસંગપરની ગ્રામ પંચાયત આઠમી વખત સમરસ: સરપંચ ઘુમાલિયા અશોકભાઈ


SHARE









માળીયા(મી)ના રાસંગપરની ગ્રામ પંચાયત આઠમી વખત સમરસ: સરપંચ ઘુમાલિયા અશોકભાઈ

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં ઘણી બધી ગ્રામ પંચાયતો આ વખતે ચૂંટણીમાં સમરસ બની છે ત્યારે જો વાત કરીએ માળીયા તાલુકાના રાસંગપર  ગામની તો રાસંગપર ગામની ગ્રામ પંચાયતને આ વખતે આઠમી વખત સમરસ બનાવવામાં આવી છે અને ગામના સરપંચ તરીકે ઘુમાલિયા અશોકભાઈ દેવજીભાઈને જવાબદારી સોંપવામાં આવી છે

માળીયા મીયાણા તાલુકાની રાસંગપર ગ્રામ પંચાયત છેલ્લી સાતમથી સમરસ બનતી આવે છે અને આ વખતે પણ આ ગ્રામ પંચાયત સમરસ બને તે માટે થઈને ગામના વડીલો અને આગેવાનો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને આ વખતે પણ આ ગામમાં ચૂંટણી યોજાવાની નથી અને સમરસ ગ્રામ પંચાયત બની ગઈ હોવાનું ગામના આગેવાનોએ જણાવ્યું છે અને વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ વખતે ગામના સરપંચ તરીકેની જવાબદારી ઘુમાલિયા અશોકભાઈ દેવજીભાઈને સોપવામાં આવી છે અને તેની સાથે સભ્યોમાં હેતલબેન બળદેવભાઈ રંગપડિયા, સંજયભાઈ દલપતભાઈ નિમાવત, યોગેશભાઈ ભગવાનજીભાઈ સનાળિયા, રામજીભાઈ અમરશીભાઈ લુડાસણા, રમેશભાઈ ચતુરભાઈ બાવરવા, રંજનબેન માવજીભાઈ શેરસીયા, અરુણાબેન મહેન્દ્રભાઈ ઓગણજા અને મનિષાબેન કેશવજીભાઇ આદ્રોજાને લેવામાં આવેલ છે અને આ ગામના સરપંચ ઘુમાલિયા અશોકભાઈ દેવજીભાઈએ વધુમાં જણાવ્યું છે કે આગામી સમયમાં પણ આ ગામની અંદર એકતા અને સંપ જળવાઈ રહે તેમજ દરેક લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારની કામગીરી તેઓ દ્વારા આગામી પાંચ વર્ષ દરમિયાન કરવામાં આવશે




Latest News