માળીયા(મી)ના રાસંગપરની ગ્રામ પંચાયત આઠમી વખત સમરસ: સરપંચ ઘુમાલિયા અશોકભાઈ
મોરબીના શનાળા રોડે કારના ચાલકે રીક્ષાને પાછળથી ટક્કર મારતા ઇજા પામેલ યુવાન સારવારમાં
SHARE









મોરબીના શનાળા રોડે કારના ચાલકે રીક્ષાને પાછળથી ટક્કર મારતા ઇજા પામેલ યુવાન સારવારમાં
મોરબીના રબારીવાસ વિસ્તારની અંદર રહેતો યુવાન પોતાની રિક્ષા લઈને મોરબીના શનાળા રોડ પરથી પસાર થતો હતો ત્યારે પાછળથી આવી રહેલી એક કારના ચાલકે પોતાની કાર રીક્ષામાં પાછળથી અથડાવતા યુવાનોને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેલ રોડ ઉપર આવેલ રબારીવાસમાં રહેતા ધર્મેશભાઈ મહેશભાઈ બારડ (ઉંમર વર્ષ ૨૦) પોતાની રિક્ષા લઈને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેની રિક્ષામાં પાછળના ભાગેથી કાર નંબર જીજે ૩ ડીએન ૭૪૬૨ ના ચાલકે પોતાની કાર અથડાવી હતી જેથી કરીને ધર્મેશભાઈને ઇજાઓ થઇ હતી અને તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
મારા મારીના ઇજા
મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રામદેવપીર મંદિર પાસે રહેતા કિરીટ રામભાઇ પરમાર (ઉંમર વર્ષ ૩૦)ને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
