મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં કરોડોની જમીનના કૌભાંડમાં પકડાયેલ આરોપી પત્રકાર અતુલ જોશી જેલ હવાલે: હવે કોનો વારો લોકમુખે ચર્ચા


SHARE











મોરબીમાં કરોડોની જમીનના કૌભાંડમાં પકડાયેલ આરોપી પત્રકાર અતુલ જોશી જેલ હવાલે: હવે કોનો વારો લોકમુખે ચર્ચા

મોરબીના વજેપર ગામની સર્વે નંબર 602 વાળી જમીન પચાવી પાડવા માટે કૌભાંડ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદના આધારે હાલમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટિમ તપાસ કરી રહી છે અને આ ગુનામાં એક પછી એક આરોપીને પકડવામાં આવી રહ્યા છે.તેવામાં છેલ્લા આ ગુનામાં તપાસનીસ અધિકારી દ્વારા આરોપી તરીકે પત્રકાર અતુલ જોશીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આજે ફરી અતુલ જોશીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને કોર્ટના આદેશથી જેલ હવાલે કરવામા આવેલ છે તેવી માહિતી અધિકારી પાસેથી જાણવા મળેલ છે.

મોરબીમાં જમીનના મૂળ માલિકની જાણ બહાર ત્રાહિત મહિલાને વારસદાર બનાવીને બારોબાર જમીન પચાવી પાડવા માટે બોગસ દરતાવેજી પુરાવાઓ ઊભા કરીને કૌભાંડ કરવામાં આવ્યું હતું જો કે, જમીનના મૂળ માલિક ભીમજીભાઇ નકુમ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસ હાલમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ.પટેલ અને તેની ટિમ કરી રહી છે અને આ ગુનામાં પહેલા સાગર ફૂલતરિયા, ભરત દેગામાહેતલબેન ભોરણિયાસાગરભાઈ સાવધાર અને શાંતાબેન પરમારની ધરપકડ કરી હતી અને તે પાંચેય આરોપીઓ હાલમાં મોરબીની જેલમાં છે.

તેવામાં છેલ્લે સીઆઇડીની ટીમે છઠ્ઠા આરોપી તરીકે પત્રકાર અતુલ જોશીની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા જે તે સમયે કોર્ટે તેના તા 11 ને સોમવારે સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં સીઆઇડીની ટિમ દ્વારા આજે મોરબીની કોર્ટમાં ફરી આરોપી અતુલ જોશીને રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ કોર્ટના આદેશ મુજબ જયુડિશયલ કસ્ટડી એટ્લે કે જેલ હવાલે કરવામાં આવેલ છે. જો કે, તેના રિમાન્ડ દરમ્યાન શું માહિતી સામે આવેલ છે તેની હક્કિત હજુ સુધી બહાર આવી નથી પરંતુ હાલમાં મોરબીમાં ઘણા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોગસ દસ્તાવેજ આધારે જમીન ત્રાહિત મહિલાને નામે કરવામાં આવી હતી આ કામ અધિકારી દ્વારા શું કામ કરવામાં આવ્યું ?, આ કૌભાંડનું કામ કરવા માટે આર્થિક વહીવટ કરવામાં આવેલ છે કે કેમ તે સહિતની બાબતોની તપાસ સીઆઇડી ક્રાઇમ ડીવાયએસપી આર.એસ.પટેલ અને તેની ટિમ દ્વારા કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીની તપાસમાં મહત્વની કડી તેઓને હાથ લાગી હોવાનું ચર્ચાઇ રહ્યું છે જેથી આગામી દિવસોમાં આ ચકચારી ગુનામાં કોની ધરપકડ સીઆઇડીની ટિમ દ્વારા કરવામાં આવશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે. અને ચોરેને ચોટે તેની ચર્ચા થઈ રહી છે.






Latest News