મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જળ પ્રલયની 46 મી વરસીએ મૌન રેલી યોજાઇ: ધારાસભ્યો, માજી મંત્રી, કલેક્ટર સહિતના જોડાયા


SHARE











મોરબી જળ પ્રલયની 46 મી વરસીએ મૌન રેલી યોજાઇ: ધારાસભ્યો, માજી મંત્રી, કલેક્ટર સહિતના જોડાયા

મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે 46 વર્ષ પુરા થઇ ગયા છે જો કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી તે ઘટનાને મોરબીવાસીઓ કદી ન ભૂલી શકે તે નિશ્ચિત છે ત્યારે 46 વર્ષ વીતી ગયા હોવા છતાં હોનારતનો દિવસ હોય ત્યારે લોકોની નજરની સામે તાજીના દ્રશ્યો આવી જાય છે અને તેવી જ રીતે આજે હોનારતની તારીખે અનેક લોકોની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા. અને મહાપાલિકા કચેરીએથી યોજાયેલ મૌન રેલીમાં ધારાસભ્યો, માજી મંત્રી, કલેક્ટર સહિતના અધિકારીઓ જોડાયા હતા અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

11 મી ઓગસ્ટના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી કેમ કે, આ દિવસે આજથી 46 વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા અને 11 મી તારીખ પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમ છલોછલ ભરેલો હતો તેવા સમયે એક એક ડેમનો માટીનો પાળો તૂટવાથી સર્જાઈ હતી જળપ્રલયની ભયાનક ઘટના જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે

જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી જો કે, મચ્છુના પાણીએ મોટા પ્રમાણમા તારાજી સર્જી હતી અને હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા આટલું જ નહિ અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજતા શેરી ગલ્લીઓ તો ઠીક વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે હોનારતના કાળા દિવસને યાદ કરે છે કેમ કે ક્ષણવારમાં આવેલા હોનારતના પાણી ભલે ઓસરી ગયા હોય પરંતુ આજે 46 વર્ષ પછી પણ નગરજનોના હૃદયમાં કોતરાયેલા ઘાવ હજુ પણ રૂઝાયા નથી.

આજે મોરબી મહપાલિકા કચેરીએથી મૌન રેલી યોજાઇ હતી જેમાં માજી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથારિયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ મહેશભાઇ રાજકોટિયા, ભાજપના માજી પ્રમુખ લાખાભાઇ જારીયા, પ્રદીપભાઇ વાળા, ડો. જયંતિભાઈ ભાડેશિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશિપભાઇ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા, ભૂપતભાઇ જારીયા, નિર્મલભાઈ જારીયા, પ્રકાશભાઈ ચબાડ, દેવાભાઇ અવાડિયા, કેતનભાઇ વિલપરા, નરેન્દ્રભાઈ પોપટ, મનુભાઈ બરાસરા, ગિરિરાજસિંહ ઝાલા, અશિફભાઈ ઘાંચી, જયંતિભાઈ પડસુંબિયા, બાબુભાઇ પરમાર, મનુભાઈ સારેસા, જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઈ કોટડીયા, એલ.એમ. કંઝારીયા, મહેશભાઇ રાજકોટિયા, ભવિનભાઇ ફેફર તેમજ કલેક્ટર કે.બી.ઝવેરી, ડીડીઓ જે.એસ.પ્રજાપતિ, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારી અને કર્મચારી હાજર રહ્યા હતા અને દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી






Latest News