વોટ ચોર ગાદી છોડના નારા સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મસાલ રેલી યોજાઇ
SHARE








વોટ ચોરીનો આરોપ વર્તમાન કેન્દ્ર સરકાર ઉપર કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવ્યો છે ત્યારબાદ ઠેર ઠેર આ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેવામાં આજે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તથા કોંગ્રેસના માજી ધારાસભ્યની આગેવાની હેઠળ મોરબી શહેરમાં કોંગ્રેસ દ્વારા મસાલ રેલી યોજાઇ હતી અને વોટ ચોર ગાદી છોડ સહિતના સૂત્રોચાર સાથે મોરબીના માર્ગ ગુંજી ઉઠ્યા હતા
થોડા સમય પહેલા રાહુલ ગાંધી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમાં કેટલાક આધાર પુરાવાઓ રજૂ કરીને વોટની ચોરી વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેવો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો હતો જેથી કરીને સમગ્ર ભારત દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ઠેર ઠેર વોટ ચોરીના મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી છે ત્યારે આજે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવાની હેઠળ કોંગ્રેસના માજી ધારાસભ્ય મહમદજાવીદ પીરજાદા, મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા સહિતના કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારોને કાર્યકર્તાઓની હાજરીમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસેથી મસાલ રેલી શરૂ કરવામાં આવી હતી અને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા પાસે તે મસાલ રેલીને પૂર્ણ કરવામાં આવી હતી દરમિયાન કોંગ્રેસના આગેવાનો દ્વારા વોટ ચોર ગાદી છોડ ચોકીદાર ચોર હૈ, ભાજપ હાય હાય, રાહુલજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે વગેરે જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેથી કરીને મોરબીના માર્ગો કોંગ્રેસના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા
