વોટ ચોર ગાદી છોડના નારા સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મસાલ રેલી યોજાઇ
ટંકારાના છતર પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માત: મહિલાને સાથળ અને ગુપ્ત ભાગે ઇજા થતાં સારવારમાં
SHARE








ટંકારાના છતર પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માત: મહિલાને સાથળ અને ગુપ્ત ભાગે ઇજા થતાં સારવારમાં
ટંકારાના છત્તર ગામ પાસે આવેલ ચેકપોસ્ટ નજીકથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે કાર ચાલકે તેને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો તે બનાવમાં યુવાનને શરીરે ઇજાઓ થઈ હતી તેમજ તે બાઈક ઉપર બેઠેલ મહિલાના પગ ઉપરથી ફોરવીલ ગાડીનું વ્હીલ ફરી જવાના કારણે સાથળના ભાગે તથા ગુપ્ત ભાગે ઈજા થઈ હોવાના કારણે તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના કોઠારીયા મેન રોડ ઉપર આવેલ શ્યામ પાર્ક- 2 માં રહેતા પ્રજેશસિંહ રાજેન્દ્રસિંહ મકવાણા (31) એ હાલમાં કાર નંબર જીજે 3 એમઆર 0621 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે ટંકારા તાલુકાની છતર ગામ પાસે આવેલ ચેકપોસ્ટ નજીકથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 14 એ ઈ 2017 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે પાછળથી તેઓના બાઇકને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માત થયો હતો અને તે બનાવમાં ફરિયાદીને શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે તેની સાથે બાઈક ઉપર બેઠેલા નીરૂપમાબેનને પગ ઉપરથી ફોરવીલ ગાડીનું વ્હીલ ફરી જવાના કારણે સાથળના ભાગે તથા ગુપ્ત ભાગે ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
દારૂની ચાર બોટલ
મોરબીના જેલ રોડ ઉપર આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્સના પ્રથમ માળે રામભાઈ રાઠોડની ઓફિસમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની ચાર બોટલ મળી આવતા પોલીસે 400 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રામભાઈ નારણભાઈ રાઠોડ (60) રહે હાઉસિંગ બોર્ડ એમ- 47 બ્લોક નંબર 261 સનાળા રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક આ દારૂનો જથ્થો તેણે સીદીક ઈસ્માઈલભાઈ ચાનીયા રહે. કાલિક પ્લોટ મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે ગુનો નોંધાયો છે
