Sunday On Cycle: મોરબીમાં ફીટ ઇન્ડીયા મુવમેન્ટ અંતર્ગત પોલીસ દ્રારા સાયકલ રેલી
SHARE









Sunday On Cycle: મોરબીમાં ફીટ ઇન્ડીયા મુવમેન્ટ અંતર્ગત પોલીસ દ્રારા સાયકલ રેલી
ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત જુદી જુદી જગ્યા ઉપર કાર્યક્રમમાં યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીમાં આજે પોલીસ વિભાગ દ્વારા સાયકલ રેલી, યોગા તથા ઝુમ્બા–એરોબીક્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને ખાસ કરીને વરસતા વરસાદમાં પણ ફિટ ઇન્ડિયાનો મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સાયકલ રેલી યોજવામાં આવી હતી.
મોરબીમાં આજે ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત રાજકોટના રેન્જ આઇજી અશોક કુમાર (I.P.S.) નાઓની સુચના મુજબ તથા ઇન્ચાર્જ એસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન તથા નાયબ પોલીસ અધિક્ષક વી.બી.દલવાડીની આગેવાની હેઠળ સાયકલ રેલિન્યોજે હતી. ખાસ કરીને Fit India Movement અંતર્ગત મોરબી ખાતે "Sunday On Cycle" થીમ પર સાયકલ રેલીનું આ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં બહોળી સંખ્યામાં અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા અને વરસતા વરસાદે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પાસેથી આ સાયકલ રેલી કાઢવામાં આવી હતી અને મોરબીના પરબજાર, નહેરુ ગેટ ચોક સહિતના વિસ્તારમાંથી સાયકલ રેલી પસાર થઈ હતી. અને ત્યાંથી પરત મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેને પૂર્ણ કરવામાં આવી હતી. આ સાથે ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત પોલીસ હેડ કવાર્ટર મકનસર ખાતે યોગા અને ઝુમ્બા–એરોબીક્સ સેશનનુ પણ આયોજન કરવામાં આવેલ હતુ.
