Sunday On Cycle: મોરબીમાં ફીટ ઇન્ડીયા મુવમેન્ટ અંતર્ગત પોલીસ દ્રારા સાયકલ રેલી
મોરબીના શનાળા રોડ સહિતના વિસ્તારમાં ભરાયેલ પાણીનો નિકાલ કરવા મનપા તંત્ર દોડતું
SHARE









મોરબીના શનાળા રોડ સહિતના વિસ્તારમાં ભરાયેલ પાણીનો નિકાલ કરવા મનપા તંત્ર દોડતું
મોરબીમાં ગઇકાલે સવારે 10 થી 12 સુધીના સમયગાળામાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જેથી કરીને શહેરમાં શનાળા રોડ, તખ્તસિંહજી રોડ, મહેન્દ્રપરા, માધાપરા, પંચાસર રોડ, વાવડી રોડ સહિતના વિસ્તારોમાં રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા જેથી કરીને લોકોને પારાવાર મુશકેલીનો સમાનનો કરવો પડ્યો હતો જો કે, લોકોને વરસાદના પાણી ભરાયેલ હોવાના લીધે હળકીનો સામનો કરવો ન પડે તે માટે કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિતની ટિમ મેદાનમાં ઉતારી હતો અને વરસાદી પાણીના નિકલમાં કચરા ફસાયા હોય કે પછી કોઈપણ કારણોસર વરસાદી પાણીનો કોઈપણ જગ્યાએ ભરાવો થયો હોય તો તેનો તાત્કાલિક નિકાલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલેખનીય છે કે, મોરબીના શનાળા રોડે ફોર વ્હીલર ગાડીઓ બોનેટ ડૂબી જાય તેટલું પાણી ભરાય ગયું હતુ જેથી કેટલાક બાઇક અને સ્કૂટર ચળકોના વાહનો બંધ પડી ગયા હતા.
