મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે લોકોએ વરસાદી પાણીના નિકાલ માટે નેશનલ હાઇવે ચક્કાજામ કરતાં ધારાસભ્ય દોડી આવ્યા: 7 દિવસમાં પ્રશ્ન ઉકેલવાની ખાતરી


SHARE

















મોરબીના મકનસર પાસે લોકોએ વરસાદી પાણીના નિકાલ માટે નેશનલ હાઇવે ચક્કાજામ કરતાં ધારાસભ્ય દોડી આવ્યા: 7 દિવસમાં પ્રશ્ન ઉકેલવાની ખાતરી

મોરબીના મકનસર ગામ પાસેથી પસાર થતાં નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જાય છે જેથી કરીને ગ્રામજનો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને ગ્રામજનોએ વિરોધ કરવા માટે નેશનલ હાઇવે ચક્કાજામ કરી દીધો હતો જેથી ધારાસભ્ય ત્યાં દોડી આવ્યા હતા અને પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપતા બે કલાકે ચક્કાજામને ખોલવામાં આવ્યો હતો. અને જો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો આગામી સપ્તાહમાં ફરી ચક્કાજામ કરવાની લોકોએ ચીમકી ઉચ્ચારી છે.

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે સર્વિસ રોડમાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જાય છે જેથી કરીને વાહન ચાલકો અને ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને આ માટે થઈને જવાબદાર તંત્રને એક નહીં પરંતુ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તેના માટેની કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેથી રોષે ભરાયેલ લોકો દ્વારા મોરબી નજીકના મકનસર ગામ પાસે રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો તેવી માહિતી સ્થાનિક રહેવાસી જયેશભાઇ રબારી અને તરૂણ કૈલા દ્વારા આપવામાં આવી હતી.

મોરબી વાંકાનેર વચ્ચેથી પસાર થતો નેશનલ હાઈવે ચક્કાજામ કરવામાં આવતા ટ્રક, ડમ્પર સહિતના ભારે વાહનોના થપ્પા લાગી ગયા હતા અને મકાનસરથી લઈને ઢુવા તથા રફાળેશ્વર સુધી વાહનોના થપ્પા લાગી જતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેથી જિલ્લા ટ્રાફિક પીઆઇ સહિતના અધિકારી અને કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા જો કે, જ્યાં સુધી સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરવાનો પ્રશ્નનો યોગ્ય રીતે ઉકેલ નહીં લાવવામાં આવે ત્યાં સુધી નેશનલ હાઈવેના રસ્તો બંધ રહેશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી જેથી ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા ત્યાં દોડી આવ્યા હતા અને ગામનો લોકોનો પ્રશ્ન વાજબી હોય તાત્કાલિક પાણી રોડ ઉપરથી દુર થાય તેના માટે નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીને સુચના આપી દિધેલ છે

વધુમાં ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાએ કહ્યું હતું કે, આ પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલવા માટે કલકેટર કચેરીમાં અધિકારીઓએ સાથે મિટિંગ કરીને સર્વિસ રોડ ઉપર પાણી ન ભરાઈ તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેવી પાણીદાર ખાતરી આપી હતી જેથી કરીને લોકોને રસ્તો ખુલ્લો કર્યો હતો જો ગ્રામજનોનો પ્રશ્ન નહી ઉકેલાય તો સાત દિવસ પછી ફરી ચક્કાજામ કરવાની ચિમકી હાલમાં ગામના લોકોએ ઉચ્ચારી છે.

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઇ રાણસરીયાએ જણાવ્યુ હતું કે, જે સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ છે ત્યાંથી મકનસર અને બંધુનગર આ બે ગામમાં જવા માટેનો રસ્તો નીકળે છે અને સર્વિસ રોડ ઉપર પાણી ભરેલ હોવાના લીધે ઘણી વખત અકસ્માતો થાય છે જેથી કરીને સ્થાનિક લોકોએ અનેક વખત રાજકીય આગેવાનો અને અધિકારીઓને અગાઉ રજૂઆત કરી હતી પરંતુ તેઓની વાતને ધ્યાને લઈને કોઈ કામ કરવામાં આવી રહ્યું ન હતું જેથી રોષે ભરાયેલ લોકોએ રોડ ચક્કાજામ કર્યો હતો અને જો ગામના લોકોનો સાચઓ પ્રશ્ન વહેલી તકે ઉકેલવામાં નહિ આવે તો આમ આદમી પાર્ટી ગામના લોકો સાથે રહીને આંદોલન કરશે. અને લોકોને આ કાયમી પીડામાંથી મુક્તિ અપાવશે.




Latest News