મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી નજીક પવનચક્કીમાં પાવર સપ્લાઈના વાયરને કાપીને 64 મીટર કેબલ વાયરની ચોરી


SHARE

















માળીયા (મી)ના ખાખરેચી નજીક પવનચક્કીમાં પાવર સપ્લાઈના વાયરને કાપીને 64 મીટર કેબલ વાયરની ચોરી

માળીયા (મી)ના ખાખરેચીથી વેણાસર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પવનચક્કીમાંથી 64 મીટર જેટલા કેબલ વાયરને કાપીને તેની ચોરી કરવામાં આવી છે જેથી 23,040 રૂપિયાની કિંમતમાં મુદ્દામાલની ચોરી થઈ હોવાની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

માળીયા (મી)ના કાજરડા ગામે રહેતા રમજાનભાઈ મુસાભાઇ કાજેડીયા (44)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, માળિયાના ખાખરેચીથી વેણાસર તરફ જવાના રસ્તા ઉપર આવેલ પર્ફોર્મન્સ ફાઈબર્સ લીમીટેડ બોમ્બે કંપનીની પવનચકી નંબર SLP-3(PVKH-9) વાળીનુ તાળુ તોડી પવનચકીમા પ્રવેશ કરી અજાણ્ય શખ્સે ત્યાં પાવર સપ્લાય માટેના કેબલ વાયરમાં પહેલા માળેથી ભોંયતળિયા સુધીના વાયરને કોઈ ધારદાર વસ્તીથી કાપી નાખ્યો હતો અને 64 મીટર કેબલ વાયર જેની કિંમત 23,040 થાય છે તે કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બે બોટલ દારૂ

મોરબીના શોભેશ્વર મંદિર પાસે જાહેરમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી 2200 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે પોલીસે સંજયભાઈ હેમંતભાઈ ખીમાણી (28) રહે. શોભેશ્વર રોડ શાંતિવન સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

ઝેરી દવા પી જતા સારવારમાં

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતો વિશ્વાસ લક્ષ્મણભાઈ રાઠોડ (18) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના પીપળી ગામે રહેતા બળદેવભાઈ લાભુભાઈ રાજપરા (35) નામના યુવાનને તિરુપતિ સોસાયટી પાસે પીપળી ગામ નજીક મારામારીના બનાવમાં ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી હતી.




Latest News