મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

ટંકારા મોરબી, માળીયા અને વાંકાનેરમાં જુગારની જુદીજુદી 6 રેડ: 18 શખ્સો જુગાર રમતા પકડાયા


SHARE

















ટંકારા મોરબી, માળીયા અને વાંકાનેરમાં જુગારની જુદીજુદી 6 રેડ: 18 શખ્સો જુગાર રમતા પકડાયા

ટંકારા મોરબી, માળીયા અને વાંકાનેરમાં જુગારની જુદીજુદી 6 રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 18 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ સાથે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં દશરથસિંહ ચાવડા અને કૃષ્ણરાજસિંહ ઝાલાને સયુંક્તમાં ખાનગી બાતમી મળી હતી કે, ટંકારાની ગાયત્રીનગર સોસાયટીમાં હનુમાન મંદીર પછીની શેરીમાં છેવાડે જાહેરમાં જુગાર રમે છે જેથી ત્યાં જુગારની રેઇડ કરી હતી ત્યારે રાજેશભાઈ નાનજીભાઇ બારૈયા (39), મહેમુબભાઇ ગનીભાઇ પીલુડીયા (32), નાશીરભાઇ હુશેનભાઈ મેસાણીયા (26), આસીફભાઈ હાજીભાઇ જુણાચ (40), અવેશભાઇ આદુભાઇ અબરાણી (27), ઉસ્માનભાઈ ગનીભાઇ મકવાણા (25) જગદીશભાઇ નાનજીભાઈ વાઘેલા (25) દેવજીભાઇ રમેશભાઇ ખાંભડીયા (25) અને અજયભાઇ વિરજીભાઇ વાઘેલા (23) વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 87,850 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને ટંકારામાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના સવાસર પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રકાશભાઈ ચંદુભાઈ બુદ્ધદેવ (57) રહે. ગ્રીનચોક મોરબી, હુસેનશા ઈસ્માઈલ શાહમદાર (47) રહે. ભવાની ચોક મોરબી અને આદમભાઈ સુમરાભાઇ ચાનિયા (55) રહે. કાલિકા પ્લોટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 4,900 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી જ્યારે હળવદના ચૂંણી ગામથી ખેતરડી તરફ જવાના રસ્તા ઉપર પાંચ નાલા પાસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રઘુભાઈ કમાભાઈ મકવાણા (40), હરેશભાઈ સોમાભાઈ ઉઘરેજા (38) અને હરેશભાઈ ચંદુભાઈ પાટડીયા (26) રહે. બધા ચૂંણી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2,010 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી

વાંકાનેરના ઢુવા ગામની સીમમાં ભવાની કાંટા પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે  સ્થળ ઉપરથી હરજીભાઈ ભાનુભાઈ માથાસુરીયા (35) રહે. ઢુવા વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 500 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. મોરબીના લાલપર ગામના બસ સ્ટેશન પાસે વરલીની રેડ કરી હતી ત્યારે કાદરશા હુસેનશા શાહમદાર (25) રહે. વીસીપરા મોરબી વાળો વરલીના આંકડા લેતા 580 ની રોકડ સાથે ઝડપાયો હતો જયારે ટિંબડી ગામના બસ સ્ટેશન પાસે વરલીની રેડ કરી હતી ત્યારે રાજેશભાઈ અવચરભાઈ વાઘેલા (45) રહે. ત્રાજપર  વાળો વરલી જુગારના આંકડા લેતા 440 ની રોકડ સાથે ઝડપાયો હતો.

મહિલા સારવારમાં

માળીયા મીયાણામાં મામલતદાર ઓફિસ પાસે રહેતા નૂરબાઈ ફારૂકભાઈ જેડા (32) નામની મહિલાને ઘરે પતિએ મારમાર્યો હોવાથી તેને ઈજા થયેલ હતી જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીમાં આવેલ પ્રભુકૃપા સોસાયટીમાં રહેતા સંજય રતનસીભાઈ જસાણી (37) નામનો યુવાન બેલા રોડ ઉપર રેન્જ સીરામીક સામેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાથી અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News