મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પી.જી.વી.સી.એલ.પાવર ચોરીના કેસમાં નિર્દોષ છુટકારો


SHARE









મોરબીમાં પી.જી.વી.સી.એલ.પાવર ચોરીના કેસમાં નિર્દોષ છુટકારો

મોરબીમાં પી.જી.વી.સી.એલ.પાવર ચોરીના કેસમાં નિર્દોષ છુટકારો કરવા કોર્ટે હુકમ કરેલ છેે.

આ બાબતે આક્ષેપીત અશ્વીનભાઈ સોંડાભાઈ વાટુકીયાના એડવોકેટ કરમશીભાઇ પરમારના જણાવ્યા પ્રમાણે મોરબીના વાંકાનેર તાલુકા રૂરલ-૨ સબ ડીવીઝન, પી.જી.વી.સી.એલ. કચેરીએ આરોપી અશ્વીનભાઈ સોંડાભાઈ વાટુકીયા, રહે.લુણસર તા.વાંકાનેર, જી.મોરબી. સામે પાવર ચોરીની ફરીયાદ કરેલ જે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટ ૨૦૦૩ ની કલમ ૧૩૫ મુજબ દાખલ કરવામાં આવેલ હતી.આ કામે અશ્વીનભાઈ સામે ચાર્જશીટ થતા સ્પે.ઈલેકટ્રીસીટી કેસ નંબર ૩૪/૨૦ થી પાવર ચોરીનો કેસ અશ્વીન સોંડાભાઈ વાટુકીયા સામે થયો હતો.જે કેસ સ્પેશ્યલ ઈલેકટ્રીસીટી કોર્ટ મોરબીના મહે.સેકન્ડ એડીસ્નલ એન્ડ શેશન્સ જજ સાહેબ શ્રી નાદપરા સાહેબની કોર્ટમાં ચાલી જતાં આરોપીનાં એડવોકેટ કરમશી ડી.પરમારે ધારદાર દલીલો કરીને ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટો રજુ કર્યા હતા.તેને ધ્યાને લઈને અશ્વીન સોંડાભાઈ વાટુકીયાને તા.૨૦-૮-૨૫ ના રોજ નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો કોર્ટએ હુકમ ફરમાવેલ છે.આ કેસમાં અશ્વીનભાઈના વકીલ તરીકે મોરબીના યુવા એડવોકેટ કરમશી ડી.પરમાર રોકાયેલા હતા




Latest News