મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ત્રણ રસ્તા પુલ પાસે બસમાંથી નીચે ઉતરી ભાગવા ગયેલ યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત


SHARE











માળીયા (મી)ના ત્રણ રસ્તા પુલ પાસે બસમાંથી નીચે ઉતરી ભાગવા ગયેલ યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

માળીયા મીયાણાના ત્રણ રસ્તા પુલ પાસે બસ ઊભી રહેતા યુવાને તે બસમાંથી નીચે ઉતરી ગયો હતો અને દોડીને ભાગવા જતા ટ્રક ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી તે યુવાનને ગંભીર ઇજા થઈ હોવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત પ્રમાણે ભરૂચ જિલ્લાના પાનેધા ગામના રહેવાસી શૈલેષભાઈ લખમણભાઇ વસાવા (24) નામનો યુવાન માળિયાના ત્રણ રસ્તા પુલ પાસે બસ ઊભી રહેતા તેમાંથી નીચે ઉતરી ગયો હતો અને તે રસ્તા ઉપર દોડીને ભાગવા જતા તેને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ટ્રકના પાછળના વ્હીલ તેના ઉપરથી ફરી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયુ હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ આઈ.ટી. જામ ચલાવી રહ્યા હોય તેઓની પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન ચારેક દિવસ પહેલા કચ્છમાં લાલ ગેબી ખાતે કામ કરવા માટે થઈને ગયો હતો દરમિયાન તેને માનસિક તકલીફ થઈ જવાના કારણે તેને સામખયારી થી બસમાં તેના વતનમાં પાછા મુકવા માટે જઈ રહ્યા હતા દરમિયાન માળિયાના ત્રણ રસ્તા પુલ પાસે બસ ઊભી રહેતા તે બસમાંથી નીચે ઉતરી ગયો હતો અને દોડવા જતા તેને ટ્રક ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ થયો છે અને અકસ્માતના બનાવમાં યુવાનને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નિપજ્યું છે આ બનાવ સંદર્ભે હાલમાં ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલી છે.

મહિલા સારવારમાં
રાજકોટમાં હુડકો ચોકડી ખાતે રહેતા હંસાબેન શાંતિભાઈ ગઢવી (50) નામના મહિલા હળવદ રોડ ઉપર ઘૂટુ પાસે રામનગરી નજીક રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા રીક્ષા ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં હંસાબેનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબીને ત્યાંથી વધું સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવે છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ
મોરબીના જોન્સનગર વિસ્તારમાં રહેતા વિઠ્ઠલભાઈ બચુભાઈ સનુરા (49) નામનો યુવાન બાઇક લઈને ગોર ખીજડીયા ગામ પાસે સુરાપુરાના મંદિર નજીકથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

મારામારીમાં ઇજા
મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ સીરામીક કારખાના પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અમરેસ અખિલેશ રાય (21) અને રાજ કિશોર રાય (22) નામના બે યુવાનોને ઈજા થઈ હોવાના કારણે તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News