મોરબી ઉદ્યોગોના પ્રશ્નોને લઈને લઘુ ઉદ્યોગ ભારતીનું પ્રતિનિધિમંડળની નાણાં અને ઉદ્યોગ મંત્રીને મળ્યું
માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડ: મહિલા આરોપીની આગોતરા જામીન અરજી એડિશનલ સેશન્સ કોર્ટે કરી નામંજૂર
SHARE
માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડ: મહિલા આરોપીની આગોતરા જામીન અરજી એડિશનલ સેશન્સ કોર્ટે કરી નામંજૂર
માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરવડ ગામના તલાટી મંત્રીએ બોગસ દસ્તાવેજી પુરાવા આધારે ખેડૂત ખાતેદાર બન્યા હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેની તપાસ હાલમાં સીઆઇડી ક્રાઇમ રાજકોટની ટિમ કરી રહી છે અને અત્યાર સુધીમાં આ ગુનામાં સીઆઇડીની ટીમે કુલ ત્રણ આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે જો કે, મૂળ ખાતેદારની દીકરી ન હોવા છતાં દીકરી તરીકે વરસાઈ આંબામાં જેનું નામ ઉમેવામાં આવ્યું હતું તે અરજદાર/ આરોપી મહિલા હંસાબેન ઉર્ફે હર્ષબેન મુકુંદરાય જોશી દ્વારા તેઓના વકીલ મારફતે મોરબીની એડિશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરવાામં આવી હતી જેમાં બંને વકીલની દલીલ અને રજૂ કરવામાં આવેલ આધાર પુરાવાઓ તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે મહિલા આરોપીની આગોતરા જામીન અરજીને નામંજૂર કરેલ છે.
આ કેસમાં ફરિયાદ પક્ષની હકીકત એવી હતી કે, સહ-આરોપી મહેશકુમાર પ્રભાશંકર રાવલે નોટરી સમક્ષ બનાવટી સોગંદનામું રજૂ કર્યું હતું જેમાં હાલના અરજદાર/આરોપી હંસાબેન ઉર્ફે હર્ષાબેન પત્ની મુકુંદરાય જોશીને તેમની વાસ્તવિક/ જૈવિક પુત્રી તરીકે ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા જોકે, હકીકતમાં તે તેમના દીકરી નથી. અને સહ-આરોપીએ સરવડના તલાટી-કમ-મંત્રી સમક્ષ વારસાઈ આંબો મેળવવા માટે અરજી કરી હતી જેમાં બનાવટી સોગંદનામું જોડવામાં આવ્યું હતું જેના આધારે બનાવટી વારસાઈ આંબો બનાવવામાં આવેલ હતો અને તેના આધારે હંસાબેન ઉર્ફે હર્ષાબેનનું નામ મહેસૂલ રેકોર્ડમાં ખેતીલાયક જમીન ખાતાધારક તરીકે દાખલ કર્યું હતું. અને ત્યાર બાદ હળવદ તાલુકાનાં ખોડ ગામે ખેતીની જમીન તેમના નામે ખરીદવામાં આવી છે.
હાલમાં આગોતરા જામીન અરજીના કામે અરજદાર/ આરોપી વતી તેના વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર નિર્દોષ છે. અરજદારે કોઈ બનાવટી સહી કરી નથી, બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યો નથી કે કથિત બનાવટી દસ્તાવેજોથી તેણીએ કોઈ નાણાકીય લાભ મેળવ્યો નથી. અને ફરિયાદને લગતા બધા દસ્તાવેજો પહેલાથી જ રદ કરવામાં આવ્યા છે, અને પ્રશ્નમાં રહેલી જમીન સરકાર દ્વારા કબજે કરવામાં આવી છે. તેમજ મોરબીના કલેક્ટરના આદેશનું પાલન કરીને તેમાં લાદવામાં આવેલ દંડ ચૂકવવા તેઓ તૈયાર છે. અને અરજદાર/ આરોપી 57 વર્ષીય મહિલા છે અને તેઓ હૃદય રોગની તબીબી સારવાર હેઠળ છે. જેથી તેઓના આગોતરા જામીન આપવા માટેની વિનંતી કરી હતી.
જયારે મદદનીસ સરકારી વકીલ એન.ડી.કારિયાએ આ જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, અરજદાર/ આરોપી નું નામ બનાવટી સોગંદનામાના આધારે વારસાઈ આંબામાં તેમજ રેવન્યુ મહેસૂલ રેકોર્ડમાં ખેતીલાયક જમીનમાં ખાતાધારક તરીકે દાખલ કરવા આવ્યું છે. અને એફઆઈઆરમાં પણ તેઓના નામનો ઉલ્લેખ છે. અને અરજદાર પહેલા મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા અને ત્યારબાદ ખાનગી અલગ અલગ 6 હોસ્પિટલોમાં તેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આમ અરજદારનું આ વર્તન સૂચવે છે કે તે કોઈપણ વાજબી કારણ વગર વારંવાર હોસ્પિટલો બદલીને તપાસને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અને તપાસ પ્રક્રિયામાં સહકાર આપી રહી નથી.
વધુમાં એવી પણ રજૂઆત સરકારી વકીલે કરી હતી કે, તપાસ હજુ ચાલુ છે અને કેટલાક સહ-આરોપીઓની હજુ ધરપકડ કરવાની છે તેવા સમયે અરજદારને આગોતરા જામીન પર મુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે છેડછાડ, સાક્ષીઓને પ્રભાવિત કરવા સહિત ફરિયાદ પક્ષના કેસને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. જેથી આગોતરા જામીન ન આપવા માટે વિનંતી કરી હતી. આમ બંને પક્ષો દ્વારા કરાયેલ રજૂઆતો અને રેકોર્ડ પર ઉપલબ્ધ સામગ્રીને કાળજીપૂર્વક ધ્યાનમાં લીધા પછી વારસાઈ આંબમાં કરવામાં આવેલ ફેરફાર તેમજ મહેશભાઇ અને તેની દીકરી તરીકે જે નામ વારસાઈ અંબામાં ઉમેવામાં આવ્યું છે તે અરજદાર હંસાબેનની ઉમર વચ્ચે માત્ર 4 વર્ષનો જ તફાવત જોવા મળે છે. જે જૈવિક રીતે અશક્ય છે.
આમ પ્રથમ દ્રષ્ટિએ એવું સ્થાપિત થાય છે કે અરજદાર/ આરોપીની કથિત ગુનામાં મુખ્ય ભૂમિકા હતી. અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને તેનો ઉપયોગ કરીને લાભ પણ મેળવ્યો છે. અને વધુમાં અરજદાર/ આરોપીના વકીલે સ્વીકાર્યું છે કે, અરજદાર કલેક્ટર દ્વારા લાદવામાં આવેલ દંડ ચૂકવવા તૈયાર છે. આ વર્તણૂક પ્રથમ દ્રષ્ટિએ કથિત ગુનામાં તેણીની સંડોવણી દર્શાવે છે. જેથી મોરબીના એડિશનલ સેશન્સ જજ કમલ રસિકલાલ પંડ્યા સાહેબ દ્વારા અરજદાર/ આરોપી હંસાબેન ઉર્ફે હર્ષાબેન પત્ની મુકુંદરાય જોશીની આગોતરા જામીન અરજીને નામંજૂર કરવામાં આવેલ છે.