વાંકાનેર પાલિકા દ્વારા સલામત રીતે ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી
SHARE







વાંકાનેર પાલિકા દ્વારા સલામત રીતે ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી
વાંકાનેર શહેર અને તાલુકામાં ગણેશોત્વના આયોજકો દ્વારા તેમજ ઘર અને સોસાયટીમાં ગણેશજીનું સ્થાપન કરીને પૂજન અર્ચન કરતા લોકો સલામત રીતે વિસર્જન કરી શકે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને વાંકનેર પાલિકા દ્વારા ગણેશ વિર્સજન માટે જડેશ્વર પાછળ મેળાના ગ્રાઉન્ડ પાસે જગ્યા નકકી કરવામાં આવેલ છે. ત્યાં અત્યાર સુધીમાં 165 જેટલી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે અને આ વ્યવસ્થામાં સહયોગ આપવા માટે પાલિકાના પ્રમુખ દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવેલ છે.
વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ ડીમ્પલબેન એચ. સોલંકીમ ઉપપ્રમુખ હર્ષિત ડી. સોમાણી અને ચીફ ઓફિસર ગીરીશકુમાર આર. સરૈયાએ જણાવ્યુ છે કે, જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર દ્વારા ગણેશ વિસર્જન માટે જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેને ધ્યાને રાખીને વાંકનેર પાલિકા દ્વારા ગણેશ વિર્સજન માટે જડેશ્વર પાછળ મેળાના ગ્રાઉન્ડ પાસે નવોદય વિધાલયની પાસે જગ્યા નકકી કરવામાં આવેલ છે તે મુજબ વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ડી.વાય.એસ.પી.ની સૂચના મુજબ પી.આઈ. સીટી અને ગ્રામ્ય દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેમાં સહયોગ આપીને સલામત રીતે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે ગણેશોત્સવના આયોજકો સહિતના લોકોને અનુરોધ કરવામાં આવેલ છે
