વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૩૦મી સુધી હથિયારબંધી-ચાર કરતા વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ


SHARE













મોરબી જિલ્લામાં ૩૦મી સુધી હથિયારબંધી-ચાર કરતા વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામુ બહાર પાડી હથિયારબંધી ફરમાવેલ છે. તેવી જ રીતે ચાર કરતા વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે બંને સમગ્ર જીલ્લામાં તા.૩૦-૦૯-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.  

જાહેરનામામાં જણાવ્યા અનુસાર હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા  ઉપર મનાઇ છે. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ જાહેરનામું સરકારી અધિકારી કર્મચારી કે વૃદ્ધો તથા અશક્તો કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય છે તેઓને લાગુ પડશે નહિ.

ચાર કરતા વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં જુદા-જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો, સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકાર વિરુદ્ધ જુદા-જુદા પ્રશ્નોની રજૂઆત અન્વયે સમગ્ર જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તા. ૩૦/૦૯/૨૦૨૫ સુધી જીલ્લામાં લાગુ પડશે અને સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર, કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવવામાં આવ્યો છે




Latest News