મોરબી જિલ્લામાં ૩૦મી સુધી હથિયારબંધી-ચાર કરતા વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ
મોરબીના રાતાવિરડા ગામે એસીડ પી ગયેલ યુવાનનું અને નેશડા ગામે વિંછી કરડી જતા બાળકનું મોત
SHARE







મોરબીના રાતાવિરડા ગામે એસીડ પી ગયેલ યુવાનનું અને નેશડા ગામે વિંછી કરડી જતા બાળકનું મોત
બાઈક સ્લીપ થવાના અડધો ડઝન બનાવ: માળીયાની યુવતીએ ફિનાઈલ પીધુ
મોરબીના વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે એસીડ પી ગયેલા યુવાનનું તેમજ ટંકારા તાલુકાના નેશડા ગામે વિંછી કરડી જતા બાળકનું મોત નિપજેલ છે.ગત તા.23-8ના સવારે વિજયભાઈ કરમશીભાઈ જખવાડીયા (ઉ.27) રહે. ડુંગરપુર તા.હળવદ અવેકટા સીરામીક પાસે રાતાવિરડા તા.વાંકાનેર ખાતે એસીડ પી જતા ખાનગી હોસ્પીટલ બાદ સિવિલે ખસેડાયો હતો. જોકે તેનો મૃતદેહ જ પહોંચ્યો હોય પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી.
જયારે ટંકારાના નેશડા ગામે વાડી વિસ્તારમાં વિંછી કરડી જતા કાર્તિક શૈલેષભાઈ ચૌહાણ નામના દોઢ વર્ષના બાળકને સારવારમાં લાવતા મોત નિપજયું હતું. હોસ્પીટલમાંથી બનાવની જાણ કરાતા મોરબી પોલીસે નોંધ કરીને ટંકારા પોલીસને જાણ કરી હતી.
યુવાન સારવારમાં
હળવદના રેલ્વે સ્ટેશન પાસે રહેતો કનૈયાલાલ શિવરામદાસ દેવમુરારી (43)નું બાઈક સ્લીપ થતા સારવારમાં લઈ જવાયો હતો. જયારે જુનાગઢની ઝાંઝરડા ચોકડી પાસેની સિંધી સોસાયટી પાસે બાઈકમાંથી પડી જતા અરૂણાબેન દયારામભાઈ ભદ્રા (66) રહે. વાવડી રોડને સારવારમાં લાવવામાં આવ્યા હતા. તેમજ ટંકારાના ભુતકોટડા ગામે રહેતા અમરશીભાઈ હરીલાલ ભાગીયા (62) ગામમાં બાઈક લઈને જતા હતા ત્યારે વાહન સ્લીપ થતા સારવાર માટે મોરબી લવાયા હતા.
વૃધ્ધા સારવારમાં
ખાખરાળા ગામના નિર્મળાબેન બાબુભાઈ ગજજર (65)ને વાહન સ્લીપ થતા સારવારમાં લઈ જવાયા હતા. તેમજ જુના બસ સ્ટેશન પાસે બાઈક સ્લીપ થઈ જતા પતિની પાછળ બેસીને જઈ રહેલા પ્રિયાબેન હિતેષભાઈ ઠકકર (33) રહે. ગુ.હા. બોર્ડ સામાકાંઠેને સારવારમાં લઈ જવાયા હતા. જયારે શકિત ચોક નજીક બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામેલ અશ્વિન કાનજીભાઈ મિયાત્રા (44) રહે. વિદ્યુતનગરને સારવારમાં લઈ જવાયો હતો.
વાહન અકસ્માત
કચ્છ ભચાઉના ધારાણા ગામના ભાણાભાઈ વજુભાઈ ચાવડા (45) મોટર સાયકલમાં લાકડીયા ગામ પાસેથી જતા હતા ત્યારે વાહનમાંથી પડી જતા સારવારમાં અત્રે આયુષમાં લવાયા હતા. જયારે માળીયા મીંયાણાના નઝમાબેન તૌફીકભાઈ સંધવાણી (23) ઘરે ફિનાઈલ પી જતા માળીયા બાદ અત્રેની સિવિલે લવાયા હતા. રફાળેશ્ર્વર ખાતે રહેતા તુલસીભાઈ ગાંડુભાઈ (29)ને રવાપર ચોકડીએ બાઈક અકસ્માતમાં ઈજા થતા અને વજેપર શેરી નં.21માં રહેતા કાશીબેન મનજીભાઈ હડીયલ (68)ને બાઈક સ્લીપ થતા સારવારમાં લઈ જવાયા હતા.
તો દેવાંશ ભાવેશભાઈ વાગડીયા નામનો આઠ વર્ષનો બાળક સોની બજાર પાસે સાયકલમાંથી પડી જતા સારવારમાં લઈ જવાયો હતો. તેમજ માર્કેટીંગ યાર્ડમાં કરીયાણું લેવા ગયેલ ત્યારે પાણીમા બાઈક સ્લીપ થઈ જતા મનસુખભાઈ મહાદેવભાઈ ઉધરેજા (47) રહે. પાવન પાર્ક શેરી નં.3 વોરાબાગ પાછળને શિવમ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો
