મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર પાસે કારખાનના ક્વાર્ટરમાં જમ્યા પછી ઉલ્ટી બાદ યુવાનનું મોત


SHARE

















 

વાંકાનેરના સરતાનપર પાસે કારખાનના ક્વાર્ટરમાં જમ્યા પછી ઉલ્ટી બાદ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર પાસે આવેલ કંપનીના કવાર્ટરમાં રહેતા યુવાનને જમ્યા બાદ ઊલટી થઈ હતી અને ત્યારબાદ તે બેભાન થઈ ગયો હતો અને બેભાન અવસ્થામાં જ યુવાનનું મૃત્યુ નિપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ રામોશ કંપનીના ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં મોહનલાલ હીરાલાલ બનજારા (૪૩) ગઈકાલે જમ્યા બાદ તેને અચાનક ઊલટી થઈ હતી અને ત્યારબાદ તે બેભાન થઈ ગયા હતા અને બેભાન અવસ્થામાં જ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે હોસ્પિટલે ડોકટરે તેને મરુત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા નિકુંજભાઈ ભુરાભાઇ ભરવાડ (૪૩)નું કોઈ કારણોસર મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને કેરાળા ગામેથી મૂળાભાઈ રૂપાભાઈ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News