વાંકાનેરની આશિયાના સોસાયટીમાં ભરશિયાળે પાલિકાએ પાણી વિતરણ કર્યું બંધ !: લોકોમાં રોષ
મોરબીના લીલાપર રોડે રહેતા યુવાનને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ મોત નીપજયું
SHARE









મોરબીના લીલાપર રોડે રહેતા યુવાનને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ મોત નીપજયું
મોરબી શહેરના લીલાપર રોડ ઉપર રહેતા યુવાનને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ તેનું ઘરે જ મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ખાડિયામા વિસ્તારમાં રહેતો યુવાન પોતાના ઘરે હતો ત્યારે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને રાકેશભાઈ ફકરૂભાઈ મહિડા (ઉંમર ૩૬) નું ઘરે જ મૃત્યુ નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
હાર્ટ એટેકથી મોત
મોરબીના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાસે આવેલ જાહેર સૌચાલય પાસે ટંકારા તાલુકાના ઘુનડા ગામે રહેતા હરજીભાઈ પોલાભાઈ પાટડીયા જાતે કોળી (ઉંમર ૫૫)નું હાર્ટ એટેકના લીધે મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
