વાંકાનેરના માર્કેટ ચોક કા રાજા ગણેશ પંડાલમાં ઓપરેશન સિંદૂરની ઝાંખી
SHARE







વાંકાનેરના માર્કેટ ચોક કા રાજા ગણેશ પંડાલમાં ઓપરેશન સિંદૂરની ઝાંખી
રાજ્ય વ્યાપી શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધામાં મોરબી જિલ્લામાંથી ૧૦ જેટલા ગણેશ મહોત્સવના આયોજકોએ ભાગ લીધો છે. ત્યારે વાંકાનેરના માર્કેટ ચોક કા રાજા ગણેશ મહોત્સવ દ્વારા આયોજિત ગણેશ પંડાલમાં વિશાળ બેનર અને પોસ્ટર્સ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ રજૂ કરી આપણા વીર જવાનોની દેશદાઝને જીવંત કરવામાં આવી છે.
વાંકાનેરના પ્રસિદ્ધ માર્કેટ ચોક કા રાજા ગણેશ પંડાલમાં બહોળી સંખ્યામાં લોકો શ્રી ગણેશના દર્શનાર્થે આવે છે. આ વખતે પંડાલમાં ઓપરેશનની સિંદૂરની થીમ બનાવી લોકોને દેશભક્તિનો સંદેશો આ આયોજન થકી આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત દરરોજ બાળકો દ્વારા દેશભક્તિ સહિત વિવિધ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂસ કરી લોકોને સાંસ્કૃતિક મનોરંજનની સાથે સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે.
