વાંકાનેરના માર્કેટ ચોક કા રાજા ગણેશ પંડાલમાં ઓપરેશન સિંદૂરની ઝાંખી
મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયમાં બાળકોને ફાયર ટ્રેનીંગ અપાઈ
SHARE







મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયમાં બાળકોને ફાયર ટ્રેનીંગ અપાઈ
મોરબી શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે બાળકોને આગ લાગે તેવી પરિસ્થિતિમાં શું કરવું તે અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ સ્કૂલ ખાતે બાળકોને આગ લાગે તેવા સંજોગોમાં શું કરવું તે અંગે ટ્રેનિંગ આપવા માટે ડો.બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે આવેલા અધિકારી દ્વારા સૌ પ્રથમ બાળકોને આગ કોઈપણ જગ્યાએ ન લાગે તે માટે શું કાળજી રાખવી તે જણાવવામાં આવ્યું, ત્યારબાદ જો આગ લાગે તો કયા પ્રકારના સાવચેતીના પગલાં લેવા પ્રથમ અને ત્યારબાદ આગ ઓલવવા માટે કયા પ્રકારના સાધનો વાપરવા તેની વિસ્તારપૂર્વક સમજણ આપવામાં આવી હતી ત્યાર બાદ શિક્ષક ગણ અને બાળકો પાસે આગ ઓલવવાની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવી હતી. આ ટ્રેનિંગ દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયના વહીવટદાર કે.આર.ચાવડા સહિત ટ્રસ્ટના સભ્યો તેમજ તમામ શિક્ષણ ગણ ઉપસ્થિત રહેલ.
