મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં રાજકોટની પરણિતાએ પતિ સહિત ચાર સામે નોંધાવી ફરિયાદ


SHARE













મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં રાજકોટની પરણિતાએ પતિ સહિત ચાર સામે નોંધાવી ફરિયાદ

મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટની પરણિતાએ હાલમાં તેના પતિ, સાસુ-સસરા સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓની સામે તેને સંતાન અને કરિયાવર બાબતે મારામારીને ઝઘડો કરતા હોવાની તેમજ મારકૂટ કરીને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં જંગલેશ્વર તવલ્લક ચોક શેરી નં-૩૦ ઘાંચી પીંજારા જમાતખાનાની સામે રહેતા રઝીયાબેન યાસીનભાઈ બાંભણીયાએ હાલમાં તેના પતિ યાસીનભાઈ આમદભાઇ બાંભણીયા, આમદભાઇ ખાનભાઇ બાંભણીયા, મુમતાજબેન આમદભાઇ બાંભણીયા અને અફસાનાબેન આમદભાઇ બાંભણીયા રહે. બધા જંગલેશ્વર તવલ્લક ચોક શેરી નં-૩૦ વાળાની સામે મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યું છે કે તમામ આરોપીઓ તેઓને સંતાન બાબતે તેમજ કરિયાવર બાબતે અવારનવાર મેણા-ટોણા મારીને ઝઘડો કરતા હતા અને ગાળો આપીને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા જેથી કરીને હાલમાં મહિલાની ફરિયાદ લઈને પોલીસે આઈપીસી કલમ ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News