મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના મીરાનીનગર પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં બાળકનું મોત


SHARE









વાંકાનેરના મીરાનીનગર પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં બાળકનું મોત

વાંકાનેરથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર મીરાનીનગર પાસે ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા ૧૪ વર્ષના બાળકને અડફેટે લીધો હતો જેથી તે બાળકને માથામાં અને હાથે-પગે ગંભીર ઇજા થવાથી તેનું મૃત્યુ નીપજયું હતું હાલમાં મૃતક બાળકના પિતાએ ડમ્પરના ચાલક સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ચંદ્રપુર ગામ પાસે આવેલ મીરાનીનગરમાં ઇરફાનભાઇ બ્લોચના મકાનમાં રહેતા વસીમભાઈ ઉર્ફે લાલો રફિકભાઈ બ્લોચ જાતે મકરાણી (ઉંમર ૩૪)ના ૧૪ વર્ષના દીકરાએ અયાઝને ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૫૫૪૬ ના ચાલકે અડફેટે લીધો હતો જેથી કરીને તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા થવાના કારણે તેનું મૃત્યુ નીપજયું હતું ત્યાર બાદ હાલમાં મૃતક બાળકના પિતા વસીમભાઈ બ્લોચે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓનો દીકરો રોડ ક્રોસ કરીને પાનની દુકાને મીઠું પાન લેવા માટે જઈ રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરતાં તેના દીકરાને ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો જેથી અયાઝને ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ત્યાંથી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં પોલીસે ડમ્પર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News