મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રેસિડેન્ટ ડો.સુષ્માબેન દુધરેજીયાના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરાઇ
વૃક્ષારોપણ ન કરે તેની અંત્યેષ્ઠી ટાયરથી કરવી જોઈએ: મોરબીમાં પરસોતમભાઈ રૂપાલાની 76 માં વન મહોત્સવના મંચ ઉપરથી ટકોર
SHARE







વૃક્ષારોપણ ન કરે તેની અંત્યેષ્ઠી ટાયરથી કરવી જોઈએ: મોરબીમાં પરસોતમભાઈ રૂપાલાની 76 માં વન મહોત્સવના મંચ ઉપરથી ટકોર
મોરબીમાં આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાની હાજરીમાં 76 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તેઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે “એક બેડ મા કે નામ” અભિયાન શરૂ કર્યું છે તેને દેશ અને દુનિયામાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જેથી હાલમાં સમગ્ર દેશમાં “એક બેડ મા કે નામ 2.0” અભિયાન શરૂ કર્યું છે અને ખાસ કરીને સાંસદે એવી ટકોર કરી હતી કે, “દરેક વ્યક્તિની અંત્યેષ્ઠીમાં લાકડાની જરૂર પડે જ છે. જે વાતને ધ્યાને રાખીને વૃક્ષારોપણ કરવામાં આવે તે જરૂરી છે અને જે વૃક્ષારોપણ ન કરે તેની નોંધણી કરવી જોઈએ અને જે વૃક્ષારોપણ ન કરે તેની અંત્યેષ્ઠી ટાયરથી કરવી જોઈએ.”
કોરોનાના કપરા કાળ દરમિયાન લોકોએ ઓક્સિજન અને વૃક્ષોની શું કિંમત છે અને શું જરૂરિયાત છે તે સારી રીતે સમજી લીધું હતું તેમ છતાં પણ વૃક્ષારોપણને જોઈએ તેવું પ્રાધાન્ય હજુ પણ લોકો આપતા ન હોય તેવું જોવા મળે છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર દ્વારા એક પેડ મા કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સમગ્ર દેશની અંદર વૃક્ષારોપણ થાય છે આટલું જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલે પણ વૃક્ષારોપણને પ્રોત્સાહન મળી રહે છે.
ત્યારે ભારત દેશની અંદર “એક પેડ માં કે નામ 2.0” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના વર્તમાન સાંસદ પરસોતમભાઈ રૂપાલાની હાજરીમાં જિલ્લા કક્ષાના 76 માં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકરના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબીના કલેકટર કે.બી. ઝવેરી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
આ તકે વન વિભાગના અધિકારી અને ધારાસભ્ય દેથરીયા દ્વારા પ્રસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું અને બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો વધુમાં વધુ વૃક્ષારોપણ કરે તેના માટે અપીલ કરવામાં આવી હતી ત્યારબાદ પરષોત્તમભાઈ રૂપાલા દ્વારા લોકોને સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ વૃક્ષારોપણ માટે સરકાર અને સરકારી વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેને બિરદાવી હતી તેની સાથોસાથ રામાયણના પ્રસંગને યાદ કરીને લંકામાં હનુમાનજી ગયા હતા ત્યાં જે ઘર પાસે તુલસીનો ક્યારો હતો તે સજ્જનનું ઘર છે તેમ સમજીને તેમની સાથે વાત કરી હતી જેથી દરેક લોકો પોતાના ઘરની અંદર તુલસી ક્યારો રાખે અને તેની સાથેસાથ વૃક્ષારોપણ કરે તેવી વાત કરી હતી.
આ ઉપરાંત પરષોત્તમભાઈ રૂપાલાએ કહ્યું હતું કે, દરેક લોકોને અંત્યેષ્ઠી સમયે લાકડાની જરૂર પડતી જ હોય છે ત્યારે કમસેકમ પોતાની અંત્યેષ્ઠી માટે જરૂરી લાકડા મળી રહે તેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવે તેવી અપીલ કરી હતી અને જે લોકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે તેની શક્ય હોય તો મહાપાલિકા કક્ષાએ તેની નોંધણી કરવામાં આવે અને જે લોકોએ વૃક્ષારોપણ ન કર્યું હોય તેમની અંત્યેષ્ઠીની વિધિ માટે લાકડા નહીં ટાયર આપવામાં આવે તેવી ટકોર કરી હતી અને તેઓએ આ વિચાર મંચ ઉપરથી વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે તેના માટે રજૂ કર્યો હતો.
રાજકોટ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં 7 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને હજુ 10 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને ખાસ કરીને બાળકોને વૃક્ષારોપણ માટેની માહિતી અને વૃક્ષનું મહત્વ સમજે તેના માટે શાળાના વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં બોલાવ્યા હતા જો કે, મોરબી શહેર કે જિલ્લાની સામાન્ય જનતાની પાંખી હાજરી કાર્યક્રમમાં ઉડીને આંખે વળગે તેવી હતી.
