મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં એક કલાકમાં અડધાથી લઈને દોઢ ઇંચ વરસાદ
SHARE







મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં એક કલાકમાં અડધાથી લઈને દોઢ ઇંચ વરસાદ
મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી બફારો હતો અને લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવામાં આજે સાંજના સાતેક વાગ્યાના અરસામાં સમગ્ર મોરબી જિલ્લાની અંદર વરસાદી માહોલ બંધાયો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને પાંચે પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે અને આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો મોરબી જિલ્લામાં અડધાથી દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ છેલ્લી એક કલાકમાં વરસી ગયો છે.
ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદ થયો છે તેમ છતાં પણ હજુ બફારો અને ગરમીમાં લોકોને રાહત મળતી નથી તેવું કહીએ તો તેમાં અતિશક્તિ નથી અને ખાસ કરીને છેલ્લા બે દિવસથી અસહ્ય બફારો હતો તેવામાં આજે સાંજના સાત વાગ્યાના અરસામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા શરૂ થયા હતા અને પાંચે પાંચ તાલુકામાં મોરબી જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો અને ગણતરીની કલાકમાં જ મોરબી જિલ્લાના પાંચે તાલુકામાં અડધાથી લઈને દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. હાલમાં મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ મોરબી અને માળિયા તાલુકામાં છેલ્લી એક કલાકમાં દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. જ્યારે હળવદ તાલુકામાં સવા ઇંચ, ટંકારા તાલુકામાં એક ઇંચ અને વાંકાનેર તાલુકામાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને હજુ પણ મેઘરાજા મન મૂકીને મોરબી જિલ્લામાં વર્ષે તેવું લોકો અને ખાસ કરીને ખેડૂતો ઈચ્છી રહ્યા છે.
