મહામુલી જીંદગી બચાવવા મોરબી મચ્છુ-૩ ડેમ ખાતે જારી બાંધવા અથવા પતરા નાંખવા અપીલ
મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લી 24 કલાકમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ
SHARE







મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લી 24 કલાકમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ
મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા દિવસોથી બફારો હતો અને લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેવામાં ગઇકાલે સાંજના સમયે સમગ્ર મોરબી જિલ્લાની અંદર વરસાદી માહોલ બંધાયો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને પાંચે પાંચ તાલુકામાં વરસાદ પડ્યો હતો જેની જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી મ્લાલે માહિતી મુજબ મોરબી જીલ્લામાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ જુદાજુદા તાલુકામાં પડ્યો છે.
મોરબી શહેર અને જીલ્લામાં ગઇકાલે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આક્ષમાં વીજળીના કડાકા ભડાકા શરૂ થઈ ગયા હતા અને ત્યાર બાદ પાંચેય તાલુકામાં વરસાદ શરૂ થયો હતો. અને લગભગ બે કલાક જેટલા સમયમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે.
હાલમાં મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકામાં પોણા બે ઇંચ, માળિયા તાલુકામાં પોણા બે ઇંચ, હળવદ તાલુકામાં સવા ઇંચ, ટંકારા તાલુકામાં બે ઇંચ અને વાંકાનેર તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને હજુ પણ મેઘરાજા મન મૂકીને મોરબી જિલ્લામાં વર્ષે તેવું વાતાવરણ આજે સવારથી જોવા મળી રહ્યું છે.
ઉલેખનીય છે કે, ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ થયો છે પરંતુ સ્થાનિક જળાશયો ભરાઈ જાય અને લોકોને તેમજ ખાસ કરીને ખેડૂતોના હૈયે ટાઢક થાય તેવો વરસાદ નથી પડ્યો તે હકકીત છે ત્યારે ભાદરવા માહિનામાં મેઘરાજાએ આગમન કર્યું છે જેથી ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ મોરબીમાં પડે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
