મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લી 24 કલાકમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ
મોરબીના જોધપર પાસે બની રહેલ વનના નામકરણને લઈને વિવાદ, મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
SHARE







મોરબીના જોધપર પાસે બની રહેલ વનના નામકરણને લઈને વિવાદ: મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
મોરબીમાં બનવા જઈ રહેલ વનનું નામ મોરબીના રાજવી પરિવાર સાથે અથવા તો મોરબીની અસ્મિતા સાથે જોડવાની માંગ કરવામાં આવેલ છે અને ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્વારા આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.
હાલમાં જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં એક ખુબજ સરસ સરાહનીય કામ સદભાવના ટ્રસ્ટ, મોરબી પાંજરાપોળ અને મોરબીના ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને મોરબી સ્ટેટ દ્વારા દાનમાં આપવામાં આવેલ જમીન ઉપર એક વ્રુક્ષ વનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જો કે, મોરબીના ધારાસભ્ય પોતાના અંગત સ્વાર્થ માટે આ વનને “નમો વન” નામ આપવા પ્રયાસ કરી રહ્યાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે. ત્યારે આ વનની જગ્યા રાજવી પરિવાર દ્વારા આપવામાં આવેલ છે જેથી કાંતો તેના નામ ઉપર નામકરણ કરવામાં આવે અથવા શ્રીમદ રાજચન્દ્રજીનું નામ આપવામાં આવે અથવા તો મોરબીની અસ્મિતા સાથે જોડવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. તેમજ આઝાદીની લડાઈ લડી હોઈ તેવાના નામે નામકરણ કરવામાં આવે જેમ કે “સરદારવન”, “સહીદવન” વગેરે નામ આપી શકાય તેમ છે. જેથી “નમો વન” નામ ન આપવાની માંગ કરી છે. અને જો તેઓની માંગને ધ્યાને લેવામાં નહી આવે તો મોરબીના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ફરજ પડશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.
