વાંકાનેરમાં ધારાસભ્ય દ્વારા આયોજિત મોદક સ્પર્ધામાં વડીલ 17 લડવા ખાઈ ગયા: 11 હજારનું આપ્યું ઈનામ
એક સારો શિક્ષક એક શ્રેષ્ઠ નાગરીક અને દેશનું નિર્માણ કરે છે: મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી
SHARE







એક સારો શિક્ષક એક શ્રેષ્ઠ નાગરીક અને દેશનું નિર્માણ કરે છે: મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી
મોરબીમાં જિલ્લા/ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નવયુગ સ્કુલ વિરપર ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય અને કલેક્ટર સહિતના હાજર રહ્યા હતા.
5 સપ્ટેમ્બરની શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય તહેવારના આ દિવસે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. તેઓ એક મહાન શિક્ષક હતા. અને શિક્ષક તરીકે તેમની કર્મનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠાને હ્રદયમાં અદકેરું સ્થાન આપી તેમની એ નિષ્ઠાને પોંખવા માટે આ દિવસની દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબીમાં નવયુગ સ્કુલ, વિરપર જિલ્લા કક્ષાનો શિક્ષક દિનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ 1 અને તાલુકા કક્ષાએ 7 શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષકોનું મહાનુભાવોના હસ્તે પારિતોષિક અર્પણ કરી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જ્ઞાન સાધના પરીક્ષા અને જ્ઞાન સેતુ સહિતની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 25 પ્રતિભાવશાળી વિદ્યાર્થિને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, આજનો અવસર ગુરુજનો પ્રત્યે આદર અને આગવું સ્થાન આપી તેમને સન્માનવાનો અવસર છે. એક સારો શિક્ષક એક શ્રેષ્ઠ નાગરીક, સમાજ અને દેશનું નિર્માણ કરે છે. માં બાપ બાદ જીવનમાં શિક્ષકની ભૂમિકા અગત્યની છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં અને શિક્ષણના સ્તરને સુધારામાં શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રેવશોત્સવ તથા ગુણોત્સવ જેવી નુતન પહેલોએ મહત્વનો ભાગ ભજવ્યો છે.
ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લો હવે વિદ્યાનગરી બની રહ્યો છે, તેમાં મોરબીના શિક્ષકોનો સિંહફાળો છે. સૌને સતત શીખતા રહી બાળકોના વિકાસ માટે વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તેમને સૌ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તો કલેક્ટર કે.બી.ઝવેરીએ જણાવ્યું હતું કે, શિક્ષક ધારે તો બાળકને સફળતાના શિખર પર પહોંચાડી શકે છે, એક આદર્શ સમાજના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા ખૂબ મહત્વની છે.
આ કાર્યક્રમમાં શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા અને પ્રવીણભાઈ અંબારીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અને આ તકે નવયુગ સ્કુલના ટ્રસ્ટી પી.ડી.કાંજીયા, સન્માનિત શિક્ષકઓ અને તેમના પરીજનો, જિલ્લાની વિવિધ શાળાઓના આચાર્યઓ, શિક્ષક, બાળકો અને તેમના વાલીઓ તથા મોરબી જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
