મોરબીમાં ત્રાજપર પાસેથી શંકાસ્પદ ૧૫૦ કિલો ભંગાર ભરેલી રિક્ષા સાથે ત્રણ પકડાયા
SHARE









મોરબીમાં ત્રાજપર પાસેથી શંકાસ્પદ ૧૫૦ કિલો ભંગાર ભરેલી રિક્ષા સાથે ત્રણ પકડાયા
મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી છકડો રિક્ષા પસાર થઈ રહી હતી જેમાં ભંગાર ભરેલો હતો જેથી કરીને પોલીસે તેને રોકી હતી અને તેમાં બેઠેલા ત્રણેય શખ્સોની પૂછપરછ કરી હતી ત્યારે રિક્ષામાથી મળી આવેલ લોખંડના ભંગાર બાબતે તેઓ ગલ્લા તલ્લા કરતો હતા જેથી પોલીસે ૧૫૦ કિલો ભંગાર અને રિક્ષા મળીને ૨૦૦૦૦ ની શંકાસ્પદ મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન્ના ડી.આર. બાવળીયા તેમજ ભરતભાઈ આપાભાઇ અને કેતનભાઇ જીવણભાઇ અજાણા ત્રાજપર ચાર રસ્તા ખાતે વાહન ચેકીંગમા હતા ત્યારે વાકાનેર બાજુથી એક શંકાસ્પદ છકડો રિક્ષા નંબર જી.જે. ૩૬ યુ ૦૨૭૭ આવી હતી જેમાં છકડો રિક્ષા ચાલક સહીત ત્રણ ઇસમો બેસેલા હતા અને આ રિક્ષાને રોકાવીને ચેક કરતા તેમાથી અલગ અલગ લોખંડનો ભંગાર મળી આવ્યો હતો જેથી રિક્ષા ચાલકને લોખંડના ભંગાર બાબતે પુછપરછ તેને પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી ગઇકાલે તા ૮-૧૨ ના રોજ શંકાસ્પદ ભંગાર અને છકડો રિક્ષા સાથે ત્રણ ઈસમોને પકડેલ છે જેમાં પિન્ટુભાઇ કાળુભાઇ ઉર્ફે રમેશભાઇ કુંઢીયા જાતે દેવીપૂજક (ઉ.૨૧) રહે. લીલાપર રોડ, ચાર માળીયા ક્વાટર્સમા, બી-૩, અંકીતભાઇ મહાદેભાઇ વિકાણી જાતે દેવીપૂજક (ઉ.૨૦) રહે. લીલાપર રોડ, ચાર માળીયા ક્વાટર્સમા, બી -૧૪ અને વિપુલભાઇ સુરેશભાઇ વિકાણી જાતે દેવીપૂજક (ઉ.૧૯) રહે. લીલાપર રોડ, ચાર માળીયા ક્વાટર્સમા, બી -૧૩ વાળાનો સમાવેશ થાય છે અને આ શખ્સોની પાસેથી પોલીસે હાલમાં જુની કટાયેલી મોટી મોટર નંગ-૫, જુની કટાયેલી નાની મોટર નંગ-૩ , તેમજ બીજો લોખંડનો ભંગાર જેનો અંદાજે વજન ૧૫૦ કિલો છે તે ભંગાર અને રિક્ષા મળીને ૨૦,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
