મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

 મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા


SHARE









 મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ હતું, જે અંતર્ગત આયોજીત વિવિધ કાર્યક્રમોમાં મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી અનેક ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધેલ હતો. આ સપ્તાહ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેના સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ એમ.એફ. ભોરણીયા અને વૈજ્ઞાનિકઓ દ્વારા હાલમાં કરવામાં આવેલ વાવેતર અંગે તેમજ આગામી રવિ સિઝનમાં કરવામાં આવનાર વાવેતરની ઊંડાણપૂર્વક સમજ તેમજ આવનાર સમયમાં આધુનિક ખેતી પદ્ધતિમાં ટેકનોલોજીનો ઉપયોગ અંગેનું માર્ગદર્શન તેમજ નિદર્શનથી માહિતી આપવામાં આવી હતી. હાલમાં ગુજરાતના રાજ્યપાલના આહવાનને અનુસંધાને પ્રાકૃતિક ખેતી અંગેના જુદા જુદા આયામોની વિશેષ સમજણ આપવામાં આવી હતી આ સપ્તાહ દરમિયાન જિલ્લામાં ખેડૂતો સાથે સંકળાયેલી સંસ્થાઓ અને વિભાગો જેવા કે આત્મા, એકેએઆરએસપી, વાલમી, ઇફકો, આઇપીએલ અને જીએનએફસીના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે  મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા સહયોગી સંસ્થાઓ અને વિભાગોના અધિકારી/ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.




Latest News