મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી


SHARE











મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી

મોરબીના કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન અને સરસ્વતી નિકેતન આશ્રમની બાજુમાં પાંજરાપોળની મસમોટી જગ્યામાં ૧૦ લાખ વૃક્ષોનું  મિયાવાકી  જંગલ બનાવવાનું કામ પૂર્ણતાને આરે છે.

તા.૧૭-૯ ના રોજ મુખ્યમંત્રી દ્વારા, માનનીય પ્રધાનમંત્રીને તેમના જન્મ દિવસે મોરબીથી અર્પણ કરવામાં આવનાર હોય આ સમારોહમાં મોરબી જિલ્લાના ૭૫ એવા દિવંગત મહાનુભાવો કે જેઓએ શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, કલા, રમતગમત, ધાર્મિક કે અન્ય ક્ષેત્રમાં, મોરબીને ગૌરવ અપાવ્યું હોય, તેવા વ્યક્તિ વિશેષની એક પ્રદર્શની ગોઠવવામાં આવનાર છે.આ પ્રદર્શનીમાં એવા સંખ્યાબંધ મહાનુભાવો હશે.જેનો સામાન્ય રીતે બધાને પરિચય નહીં હોય.તેવી અલભ્ય પ્રદર્શની નિહાળવા તથા ૧૦ લાખ વૃક્ષોના લોકાર્પણ સમારોહ થવાનો હોય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબીની કોર ટીમના હિતેશભાઈ ગોપાણી પ્રાંત સંગઠન મંત્રી, કિરણભાઈ કાચરોલા મંત્રી, નિરવભાઈ બાવરવા પ્રચાર મંત્રી, રમેશભાઈ ચાવડા, સહ કોશાધ્યક્ષ રમેશભાઈ ભાટિયા વગેરે કાર્યકર્તાઓએ નમોવન તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા પાંજરાપોળના પ્રમુખ વેલજીભાઈ ઉઘરેજા સાથે મુલાકાત લઈ આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી.






Latest News