મોરબીના ટાઉનહોલમાં મહેન્દ્રસિંહજીના નામનું બોર્ડ લગાવવા રાજપૂત કરણી સેનાની માંગ
મોરબી બાર એસો.ની ચુંટણીના પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવાર મેદાનમાં
SHARE
મોરબી બાર એસો.ની ચુંટણીના પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવાર મેદાનમાં
મોરબી બાર એસો.ની ચુંટણી આગામી તા ૧૭ ના રોજ યોજાનાર છે તેના માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવે છે જેમાં પ્રમુખ પદ માટે ૩ અને ઉપપ્રમુખ પદ માટે ૨ ઉમેદવારો મેદાનમાં છે
મોરબી બાર એસો.ની ચુંટણીમાં ભરવામાં આવેલ ઉમેદવારીમાથી ઉમેદવારી પત્રો પરત ખેચવામાં આવ્યા બાદ હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને પ્રમુખ માટે જાડેજા જીતેન્દ્રસિંહ, ખુમાણ અશોકકુમાર અને માનસેતા પ્રાણલાલએ ઉમેદવારી નોંધાવી છે જો કે, ઉપપ્રમુખ માટે ચિરાગ કારિયા અને દીપક ઓઝાએ ઉમેદવારી કરેલ છે અને સેક્રેટરી માટે અગેચણીયા જીતેન અને હડીયલ બાબુભાઈ, જોઈન્ટ સેક્રેટરી પદ માટે ભોરિયા કાસમ, છત્રોલા ગૌરવ અને જાડેજા યોગરાજસિંહ તેમજ કારોબારી સભ્યના પદ માટે ગોસ્વામી હિરેનગીરી, જાડેજા ઉદયસિંહ, પુજારા મયુર, સંખેસરીયા કલ્પેશ, ઉધરેજા દિવ્યેશ અને વાઘડીયા નિધિ વચ્ચે ચુંટણી જંગ જોવા મળશે