મોરબી બાર એસો.ની ચુંટણીના પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવાર મેદાનમાં
હળવદમાં માલિકીની જમીન ઉપર દબાણ કરનાર ત્રણ મહિલા સહિત પાંચ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
SHARE
હળવદમાં માલિકીની જમીન ઉપર દબાણ કરનાર ત્રણ મહિલા સહિત પાંચ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
ધ્રાંગધ્રા તાલુકાનાં એંજાર ગામે રહેતા યુવાનની હળવદમાં જમીન આવેલ છે જેના ઉપર છેલ્લા પાંચ મહિનાથી દબાણ કરી લેવામાં આવેલ છે જેથી કરીને યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસે સ્ટેશન ખાતે દબાણ કરનાર ત્રણ મહિલા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાનાં એંજાર ગામે રહેતા હરદેવસિહ જયવંતસિહ ઝાલા (ઉ.૪૬)એ હાલમાં ઠાકરશીભાઈ ગંગારામભાઈ લકુમ, ચંદ્રિકાબેન ઠાકરશીભાઈ લકુમ, હરજીવનભાઈ ગંગારામભાઈ લકુમ, ગાયત્રીબેન ઠાકરશીભાઈ લકુમ અને જયશ્રીબેન ઠાકરશીભાઈ લકુમ રહે. તમામ શંકરપરા હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આજથી પાચેક મહીના પહેલાથી આજદીન સુધી તેઓની માલીકીની હળવદ રેવન્યુ સર્વ નં.૪૯૧ પૈકી ૨ ની જમીન હે.આર.ચો.મી.૨-૪૦-૭૯ વાળી જમીન પર આરોપીઓ દ્વારા ગેર કાયદેસર કબજો કરી લેવામાં આવ્યો છે અને આ જમીન પર ગેરકાયદેસર કબજો ચાલુ રાખેલ છે જેથી કરીને પોલીસે યુવાનની ફરિયાદ લઈને ત્રણ મહિલા સહિત પાંચ સામે ગુન્હો ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩, ૪(૧) (૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે