મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના સાપરથી ગાળા તરફ જવાના બ્રિજ ઉપરથી વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ 


SHARE









મોરબીના સાપરથી ગાળા તરફ જવાના બ્રિજ ઉપરથી વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ 

મોરબી તાલુકાના ને.હા.થી ગાળા (એમ.ડી.આર.) રોડ તથા સાપર થી ગાળા (નોન પ્લાન) રોડ ઉપર આવેલ રાજાશાહી વખતનો બ્રિજ ખુબ જ બિસ્માર હાલતમાં છે. ચાલુ ચોમાસામાં બ્રીજના ૨ (બે) ગાળાને નુકશાન થયેલ છે. જેથી ભવિષ્યમાં મોટો અકસ્માત ન થાય તે માટે ટ્રાફિક પસાર થવા પર પ્રતિબંધ મુકવા માટેનું જાહેરનામું મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ રસ્તાના વૈલ્પિક રસ્તા તરીકે  ગાળા ગામ જવા માટે NH થી ગાળા રોડ, સાપર ગામ જવા માટે મોરબી જેતપર અણીયારી સ્ટેટ હાઇવે રોડ, ગાળા થી સાપર જવા માટે ફકત હળવા વાહનો માટે ગાળા વાઘપર જેતપર ગામથી જેતપર અણીયારી હાઇવે પરથી સાપર ગામના રસ્તાનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું આ જાહેરનામાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.

 




Latest News