મોરબીના સાપરથી ગાળા તરફ જવાના બ્રિજ ઉપરથી વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ
મોરબીના અયોધ્યાપૂરી રોડે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ
SHARE
મોરબીના અયોધ્યાપૂરી રોડે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ
મોરબી શહેરના અયોધ્યાપૂરી મેઇન રોડ પર આવેલ પાનની દુકાન પાસે ઉભા રહીને મોબાઇલમાં લાઈવ મેચ જોઈમે ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ પર ક્રિકેટ સટ્ટો રમવામાં આવતો હતો જેથી કરીને હાલમાં પોલીસે એક શખ્સની ૬૮૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે અને અન્ય એક શખ્સને પકડવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના આયોધ્યાપુરી મેઇન રોડ પર આવેલ કોહિનૂર પાન પાસે ઉભેલ રાજેશભાઈ રતિલાલભાઈ રાવલ જાતે બ્રાહ્મણ (ઉંમર ૩૭) રહે. વાવડી રોડ, સુમતીનાથ સોસાયટી વાળો મોબાઇલ ફોનમાં લાઇવ ગુરુ એપ્લીકેશનથી લાઇવ ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ જોઈને મેલબોર્ન સ્ટાર અને સિડની થ્ંડર ની મેચ ઉપર આરોપી ધર્મેશ પટેલ રહે, રવાપર રોડ વાળાની સાથે ક્રિકેટ સટ્ટો રમતા હતો જેથી પોલીસે તેની પાસેથી ૧૮૦૦ રૂપિયાની રોકડ અને પાંચ હજાર રૂપિયાની કિંમતમાં મોબાઈલ આમ કુલ મળીને ૬૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે અને ધર્મેશ પટેલ નામના આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે