મોરબીના અયોધ્યાપૂરી રોડે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ
ટંકારાના છતરમાં રેડ કરીને એસઓજીની ટીમે બોગસ ડોકટરને દબોચ્યો
SHARE
ટંકારાના છતરમાં રેડ કરીને એસઓજીની ટીમે બોગસ ડોકટરને દબોચ્યો
ટંકારા તાલુકાના છતર ગામે કોઈપણ પ્રકારનું ડિગ્રી વગર દર્દીઓની સારવાર બોગસ ડોકટર દ્વારા કરવામાં આવી રહી હતી જેથી કરીને મોરબી જિલ્લા એસઓજીની ટીમે રેડ કરીને બોગસ ડોક્ટરની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી દવાનો જથ્થો અને અન્ય સાધન સામગ્રી મળીને ૨૮૫૫૭ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના છતર ગામે આવેલ નવા પ્લોટમાં મારુતિ દવાખાનાના નામથી દવાખાનું ચલાવતું હતું અને ત્યાં કોઈ પણ પ્રકારની ડિગ્રી વગરના ડોક્ટર દર્દીઓની સારવાર કરે છે તેવી હકીકત મોરબી જિલ્લા એસઓજીની ટીમને મળી હતી તેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મામૈયાભાઈ કાનાભાઈ કાળોતરા જાતે રબારી (ઉંમર ૩૩) રહે. છતર ગામ પ્લોટ વિસ્તારમાં વાળો ત્યાંથી મળી આવ્યો હતો અને તેની પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં પણ તે બીમાર દર્દીઓની સારવાર કરીને મનુષ્યની જીવનની સાથે ચેડા કરતો હોય તેવું જોવા મળ્યું હતું જેથી હાલમાં પોલીસે તેની પાસેથી એલોપેથીક દવાનો જથ્થો અને અન્ય સાધન સામગ્રી મળીને ૨૮૫૫૭ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે