મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ B.B.A ની પરીક્ષા અને વિવિધ સ્પર્ધાઓમાં મેદાન માર્યું
SHARE







મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ B.B.A ની પરીક્ષા અને વિવિધ સ્પર્ધાઓમાં મેદાન માર્યું
મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન રીઝલ્ટની સાથે સાથે અન્ય સ્પર્ધાઓમાં પણ હંમેશા અવલ જ હોય છે જેમાં હાલમાં જ બીબીએ સેમ 4 ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું હતું તેમજ સોફી શાળાકીય એથલેટિક સ્પર્ધાનું આયોજન થયું હતું અને ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહ ગાન સ્પર્ધા અને ભારત કો જાનો પ્રશ્ન મંચ સ્પર્ધા યોજાઈ હતી જેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો દબદબો જોવા મળેલ છે.
તાજેતરમાં બીબીએ સેમ 4 નું રીઝલ્ટ આવ્યું છે જેમાં દેત્રોજા મિહિરએ સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ નંબર સાથે અવિસ્મરણીય ગૌરવ પ્રાપ્ત કર્યું છે અને અને આ વિદ્યાર્થી જ્ઞાન, મહેનત અને સંકલ્પ શક્તિથી એક અનોખો ઇતિહાસ રચ્યો છે જયારે SOFI શાળાકીય એથલેટિકસ સ્પર્ધામાં નવયુગ સંકુલ તેમજ નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને 1500 મીટર દોડમાં કૈલા મોક્ષએ પ્રથમ નંબર તેમજ 100 મીટર દોડમાં બીજો નંબર પ્રાપ્ત કરેલ છે, યોગાસન સ્પર્ધામાં જેઠલોજા મૈત્રીએ સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે હવે તે રાજ્ય કક્ષાએ જશે તેમજ જેઠલોજા હાર્દ,બાવરવા દિયા, સુવારીયા જેન્સી, વડસોલા વિશ્વા અને અંબાણી સ્વેનીએ પણ નંબર પ્રાપ્ત કર્યો છે.
ચક્ર ફેક સ્પર્ધામાં કાંજિયા ધ્રુવે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે, બેઝબોલમાં કુલ છ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ રમવા જશે જેમાં બપોલિયા સ્વયં, અઘારા શિવ વસાણીયા હિત, દલસાણીયા વીર, સાવરીયા વર્ધન અને આધારા અનંત નો સમાવેશ થાય છે, ગોળા ફેંક અને ચક્રસ્પેક સ્પર્ધામાં જાડેજા અતિબાએ મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવી રાજ્યકક્ષાએ રમવા જશે તેમજ હેમર થ્રો સ્પર્ધામાં ફેફર વેદાંતે જિલ્લામાં પ્રથમ નંબર મેળવી રાજ્યકક્ષાએ રમવા જશે. સમૂહ ગાન અને ભારત કો જાનો પ્રશ્નમંચ સ્પર્ધામાં માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ આંબલીના જેનીશ અને કુઢિયા રાસીંગએ મોરબી જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો બીજા નંબર પર પરમાર સ્વાતિ અને ઓગણજા દિશાએ સફળતા મેળવી હતી તેમજ સમૂહ ગાન સ્પર્ધામાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યું હતું આ તમામ સિદ્ધિ મેળવવા બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાએ તેમજ નવયુગ પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
