મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ B.B.A ની પરીક્ષા અને વિવિધ સ્પર્ધાઓમાં મેદાન માર્યું
મોરબીના પંચાસર ગામે પાસેનો બનાવ: ઝેરી દવા પી ગયેલ હાલતમાં મળી આવેલ યુવાન અને પરિણીતાનું સારવારમાં મોત
SHARE







મોરબીના પંચાસર ગામે પાસેનો બનાવ: ઝેરી દવા પી ગયેલ હાલતમાં મળી આવેલ યુવાન અને પરિણીતાનું સારવારમાં મોત
મોરબીના પંચાસર ગામ પાસે કોઈ કારણોસર યુવાને અને મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે બંનેને સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમ્યાન પહેલા યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ આજે વહેલી સવારે મહિલાનું પણ મોત નીપજયું છે જેથી આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યાવહી શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ નારણભાઈ મિયાત્રા (43) અને મોરબી તાલુકાનાં બેલા (રંગપર) ગામે રહેતા અમીનાબેન અનવરભાઇ રાજા (45) નામની મહિલા મોરબી નજીકના પંચાસર ગામ પાસેથી ગત તા 20 ના રોજ ઝેરી દવા પીધેલી હાલમાં મળી આવ્યા હતા જેથી તે બંને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને રાજેશભાઈ નારણભાઈ મિયાત્રાને મૃત જાહેર કર્યા હતા.ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.તેવામાં સારવારમાં રહેલ અમીનાબેન અનવરભાઇ રાજાનું આજે તા.22-9 ન રોજ વહેલી સવારે ચારેક વાગ્યે મોત નીપજયું હતું.જેથી કરીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે તેની પણ નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક મહિલા અમીનાબેન અનવરભાઇ રાજા ગત તા.4/9 ના રોજ મોરબીની માળીયા ફાટક ચોકડી પાસેથી ગુમ થઈ ગયા હતા જેથી કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધાની અરજી કરવામાં આવી હતી અને તે મહિલાને શોધવા માટે પોલીસ અને પરિવારના લોકો પ્રયત્ન કરી રહ્યા હતા તેવામાં પંચાસર ગામ પાસેથી અમીનાબેન અનવરભાઇ રાજા ઝેરી દવા પીધેલ હાલતમાં મળી આવ્યા હતા જેથી તેને 108 મારફતે સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેમનું પણ મોત નીપજયું છે.
