માળીયા (મી) દેવ સોલ્ટ દ્વારા જુદાજુદા ગામની ૧૫૦૦ દીકરીઓને લ્હાણી અપાઈ
જામનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં મોરબી શાખાની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે ટીમે પ્રથમ ક્રમ મેળવ્યો
SHARE







જામનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં મોરબી શાખાની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે ટીમે પ્રથમ ક્રમ મેળવ્યો
ભારત વિકાસ પરિષદ–સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા જામનગર ખાતે પ્રાંત કક્ષાની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર પ્રાંતની વિવિધ શાળાઓમાંથી કુલ 14 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મોરબી શાખાની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે પ્રથમ ક્રમ મેળવ્યો છે જે મોરબી માટે ગર્વની વાત છે. આ તકે ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના પ્રાંત સમૂહગાન સહસયોજક વિશાલભાઈ બરાસરા, શાખાના પ્રમુખ હિંમતભાઈ મારવણીયા, ખજાનચી હિરેનભાઈ ધોરિયાણી ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમને શુભકામનાઓ પાઠવી હતી. અને વિનય ઇન્ટરનેશનલ સ્કૂલની આ સિદ્ધિએ ભારત વિકાસ પરિષદ મોરબી શાખાનું નામ ગૌરવપૂર્વક રોશન કર્યું છે. આ ટીમ હવે ક્ષેત્રીય કક્ષાએ ભારત વિકાસ પરિષદ મોરબી શાખાનું પ્રતિનિધિત્વ કરશે.
