મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિર્ટનના કેસમાં 18 માસની સજા, 3.50 લાખનો દંડ: વ્યાજ સહિત રકમ ચૂકવવા આદેશ
SHARE







મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિર્ટનના કેસમાં 18 માસની સજા, 3.50 લાખનો દંડ: વ્યાજ સહિત રકમ ચૂકવવા આદેશ
મોરબીની કોર્ટમાં ચેક રિર્ટનનો કેસ ચાલી ગયો હતો જે કેસમાં 18 માસની કેદની સજા 3,50,000 નો દંડ તથા વ્યાજ સહીત ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની હકીકત એવી છે કે, ફરિયાદી જીગરભાઈ અમૃતલાલ દરજી તથા રમેશભાઈ વાલજીભાઇ ચૌધરી બંને મહેસાણાના વતની હતા અને બંને વર્ષોથી સબંધ હતો જેથી રમેશભાઈએ ફરિયાદી તથા તેમના માતા પાસેથી સને 2012 થી 2016 દરમ્યાન ટુકડે ટુકડે 20.50 લાખ હાથ ઉછીના લીધા હતા ત્યારબાદ સમય જતા ફરિયાદીને રકમની જરૂરિયાત પડતા ફરિયાદી તેની પાસેથી રકમની માંગણી કરી હતી જેથી રમેશભાઈએ કહ્યું હતું કે, તમને ટુકડે ટુકડે રકમ ચૂકવી આપીશ તેવો ફરિયાદીને રમેશભાઈની સાથે સમજૂતી કરાર થયેલ હતો અને તે કરાર મુજબ રમેશભાઈએ ચાર ચેક ફરિયાદીને આપેલ તે ચેક પૈકી એક ચેક રૂપિયા 3,50,000 નો તા. 25/12/2019 નો આપેલ હતો જે ફરિયાદીએ તેઓની બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો જેથી ફરિયાદી જીગરભાઈ દ્વારા નોટીશ આપવામાં આવી હતી છતાં રમેશભાઈએ રકમની ચુકવણી કરેલ ન હતી જેથી ફરિયાદી જીગરભાઈએ ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હતી અને આ કેસ ચાલી જતા ફરિયાદી પક્ષે રજૂ કરાયેલ પુરાવો તથા દલીલ તેમજ રજુ કરાયેલ ચુકાદાઓ ધ્યાને લઈને મોરબીના એડીસનલ ચીફ જ્યુડી મેજી. જજ પી.પી.શાહ સાહેબે સામે વાળા રમેશભાઈ વાલજીભાઇ ચૌધરીને 18 માસની કેદની સજા અને રૂપિયા 3,50,000 નો દંડ તથા ફરિયાદીને ફરિયાદ કર્યાની તારીખથી 9 ટકા વ્યાજ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરેલ છે. અને જો દંડ ચૂકવવામાં કસૂર કરવામાં આવે તો વધુ બે માસની કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે આ કેસમાં ફરિયાદી જીગરભાઈ દરજી તરફે મોરબીના વકીલ મયુર પી. પુજારા રોકાયેલ હતા
